હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ ૬ થી ૮ નો બાળમેળો યોજાયો

સમીર પટેલ, ભરૂચ
જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં જીવન કૌશલ્ય આધારિત ધોરણ ૬ થી ૮ નો બાળમેળો શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ ફ્યુઝ બાંધવો,સ્ક્રુ લગાવવો કુકર બંધ કરવું, ખીલ્લી લગાવવી, ટાયરનું પંચર રીપેર કરવું,હાથ ઉપર મહેંદી લગાવવી, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, રંગોળી બનાવવી, ધ્વજવંદન બાંધવાની રીત, મેટ્રિકમેલા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ, આનંદમેળા અંગે વસ્તુ સામગ્રી સ્ટોલ,મેદાન દોરાવવાની પ્રવૃતિઓ શાળા પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી.જયારે ઈલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મલ્ટી પરપઝ હેલ્થ સુપરવાઇઝર ઉમેશભાઈ પટેલે બાળકોને વ્યસનથી થતાં નુકસાન વિશે સંપૂર્ણ વિગતવાર સમજ આપી હતી. કાજલબેન પટેલ કોમ્પ્યુનીટી હેલ્થ ઓફિસરે બાળકોને શરીરની સ્વચ્છતા વિશે માહિતગાર કર્યા હતા. સાહોલ ગામના આશાવર્કર વીણાબેન પટેલે બાળકોના વજન ઉંચાઈમાં સહભાગી બન્યા હતા. આચાર્ય નિલેશભાઈ સોલંકીએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઈલાવના મેડિકલ ઓફિસર ડો.વિધિ અડાજણીયાનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો. આજના સમગ્ર કાર્યક્રમને ટીમવર્કથી સાર્થક કરી બાળમેળાને સફળ કરી શક્યા હતા.



