
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં સાબરડેરી વિરૂદ્ધ ઉગ્ર આંદોલન: પશુપાલકોનો અનોખો વિરોધ : ખંભિસર ખાતે ડિરેકટરની નનામી કાઢી વિરોધ કરવામાં આવ્યો
સાબરકાંઠા જિલ્લામાં ચાલી રહેલા સાબરડેરી વિવાદની છાંયા હવે અરવલ્લી જિલ્લામાં પણ દેખાઈ રહી છે. દૂધના ઓછા ભાવફેર ને લઈને જિલ્લાના પશુપાલકોમાં ભારે રોષ છે અને તેમણે તિવ્ર વિરોધ પ્રવૃત્તિ શરૂ કરી છે.
તાલુકાની દૂધ મંડળીઓ બંધ:
અરવલ્લી જિલ્લાના અનેક તાલુકાઓની દૂધ મંડળીઓએ એકમતથી દૂધ ભરણબંધનો નિર્ણય લીધો છે. આજથી દૂધ મંડળીઓમાં દૂધ એકત્ર ન કરવા આપમેળે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ખંભિસર ગામે અનોખો વિરોધ: મોડાસા તાલુકાના ખંભિસર ગામે પશુપાલકોએ અનોખી રીતથી વિરોધ નોંધાવ્યો. સાબરડેરીના ડિરેક્ટરની નનામી કાઢી તથા ડેરીના BMCU (Bulk Milk Cooling Unit) પ્લાન્ટમાં રાખેલા દૂધને ઢોરીને તેમનો રોષ વ્યક્ત કર્યો.
પશુપાલકોના આક્ષેપ:
પશુપાલકોના જણાવ્યા મુજબ, છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે દૂધના ભાવ ફેરમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જેને લઈને પશુ પાલકો ને ન્યાય માટે આંદોલન કરવું પડ્યું છે.
				



