
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા,ધનસુરા અને માલપુર તાલુકાના પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પોહ્ચ્યો, સાબર ડેરીના ડિરેકટરો ની નનામી કાઢી વિરોધ દર્શાવ્યો
અરવલ્લી તેમજ સાબરકાંઠાના પશુપાલકો માટે જીવાદોરી સમાન ગણાતીસાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ વધારા સામે મોડાસા,ધનસુરા અને માલપુર તાલુકાના પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે ત્યારે મોડાસાના કોલવડા, હફસાબાદ ગામના, ધનસુરાના બુટાલ , આકરુંદ ગામના અને માલપુરના નવાગામના પશુપાલકોએ દૂધ મંડળી આગળ જ રીતસર દૂધ ઢોળીને સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને આગામી સમયમાં દૂધ ન ભરાવવાની ચીમકી ઉચ્ચારી હતી. પશુપાલકોની મુખ્ય માંગ છે કે તેમને 20 થી 25 ટકા જેટલો ભાવફેર આપવામાં આવે જયારે વર્તમાનમાં સાબર ડેરી દ્વારા ચાલુ વર્ષે માત્ર 10 થી 12 ટકા જેટલો જ ભાવફેર ચૂકવ્યો છે. જે પશુપાલકોને તદ્દન અપૂરતો લાગી રહ્યો છે. દૂધ ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા સામે આ નજીવો ભાવવધારો પશુપાલકો માટે આર્થિક સંકટ ઊભું કરી રહ્યો છે.ત્યારે સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલા ભાવ વધારા સામે મોડાસાના પશુપાલકોનો આક્રોશ ચરમસીમા પર પહોંચ્યો છે. પશુપાલકોએ દૂધ મંડળી આગળ રીતસર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો રોષે ભરાયેલા પશુપાલકોએ હિંમતનગર સાબર ડેરી બહાર રોષ વ્યક્ત કરીને ચેરમેન સહિત સમગ્ર નિયમક મંડળ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે અરવલ્લી ના મોડાસાના કોલવડા, હફસાબાદ અને ધનસુરાના બુટાલ તેમજ આકરુંદ ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં ત્યાં સુધી દૂધ ન ભરાવીને અને જિલ્લાની તમામ ગામના દૂધ મંડળીઓના પશુપાલકોને દૂધ ન ભરાવીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવા જણાવ્યું હતું.





