BANASKANTHAGUJARAT

ભોરોલના ચૌધરી પરિવારનો બાબાનો ભક્ત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો શ્રી રામદેવપીર બાપાના દર્શનાર્થે નીકળ્યો.

ભોરોલના ચૌધરી પરિવારનો બાબાનો ભક્ત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો શ્રી રામદેવપીર બાપાના દર્શનાર્થે નીકળ્યો.

ભોરોલના ચૌધરી પરિવારનો બાબાનો ભક્ત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો શ્રી રામદેવપીર બાપાના દર્શનાર્થે નીકળ્યો..
—————————————-
“અડગ મનના માનવી ને હિમાલય પણ નથી નડતો”
—————————————-
થરાદ તાલુકાના ભોરોલ ગામના પટેલ પરિવારનો પુત્ર ગત તા. ૧૩/૦૬/૨૦૨૫ના રોજ નીકળેલ જે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતો કરતો રાજસ્થાનમાં બિરાજમાન શ્રી બાબા રામદેવપીર ના દર્શન કરશે.સરહદી વિસ્તાર એટલે કે થરાદ તાલુકાના ભોરોલ ગામના ખેડૂત ચૌધરી દેવાભાઈ મેઘજીભાઈ એ જણાવ્યું હતું કે આજથી લગભગ ૧૦ મહિના પહેલા મારો નાનો દીકરો પ્રદીપ (ઉ.વર્ષ.આ.૧૭) બાઈક ઉપરથી પડી જતા પગને ગંભીર ઈજાઓ થયેલ.પ્રદીપને થરાદની એક ખાનગી હોસ્પિટલ માં પગનું ઓપરેશન કરાવેલ.ઓપરેશન પછી પગમાં સત્તત દુખાવો થતો હતો.ત્યારે મહેસાણા ખાતે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યાં પણ ડોક્ટર દ્વારા ઘણી બધી મહેનત કરવા છતાં સારૂ ન થયું ડોક્ટર દ્વારા બાંહેધરી ન મળતા છેલ્લે એવુ જાણવા મળ્યું કે કદાચ પગ કાપવો પડશે.ત્યારે દેવાભાઈ એ હિંમત પૂર્વક બધું રણુંજાવાળા બાબા રામદેવપીર ઉપર છોડી દીધું અને એક ખુબ જ કઠિન કહેવાતી માનતા એટલે કે દંડવત પ્રણામ કરતા કરતા રાજસ્થાનમાં બિરાજમાન રામદેવરા જવાનો નિર્ણય લીધો. અને બાબાને અરજી કરી આખરે બાર બીજના ધણીએ અરજી સ્વીકારી મારા અંતરની વેદના સાંભળી ટૂંક સમયમાં મારા દિકરા પ્રદીપનો પગ બિલકુલ ધીમે ધીમે ઠીક થવા લાગ્યું અને આખરે આજે પ્રદીપ એકદમ ચાલતો થઈ ગયો ત્યારે છેલ્લા એક મહિનાથી મારી પ્રતિજ્ઞા પર અડગ રહી સાષ્ટાંગ દંડવત પ્રાણમ કરતો કરતો નીકળી હું અંદાજે ૧૦૦ કિ.મિ.જેટલું અંતર અત્યાર સુધી પૂર્ણ કર્યું છે.આ માનતા પૂર્ણ કરવામાં મને ત્રણ થી સાડા ત્રણ મહિના જેવો સમય થશે.મારી સાથે વાલજીભાઈ ચૌધરી, અભાભાઈ ચૌધરી, ભાણજીભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી સહીત ગ્રામજનો સગાંવહાલા પરિચિત -અપરિચિત સૌનો સારો એવો સાથ મળ્યો છે અને તેઓના થકી અને બાબાની અમી દ્રષ્ટિ દ્વારા હું માનતા પૂર્ણ કરીશ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!