ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી આરોપી થયો ફરાર, પોલીસ સામે સવાલો ઊભા થયા 

અરવલ્લી

અરવલ્લી : ટીંટોઇ પોલીસના જાપ્તામાંથી આરોપી થયો ફરાર, પોલીસ સામે સવાલો ઊભા થયા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ પોલીસ મથક હેઠળના જાપ્તામાંથી એક કુખ્યાત આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. દઘાલીયા ગામેથી પકડી પાડવામાં આવેલા આરોપી પપ્પુ ચાઈના સામે ચેન સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ દ્વારા પપ્પુ ચાઈનાને મેડિકલ તપાસ માટે મોડી રાત્રે લગભગ 1 વાગ્યાના અરસામાં ટીંટોઇના સરકારી આરોગ્ય કેન્દ્ર લઈ જવાયો હતો.તે સમયે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી નાસપાટ કરતાં પોલીસ દ્રારા મોટી બેદરકારી સામે આવી છે.ચકચાર ફેલાવનારી આ ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઊભા થયા છે – રાત્રિ સમયે આરોપીને દવાખાને લઈ જવાનો કેવો જરૂરી બન્યો હતો..? આરોપીના હાથે હાથકડી લગાવેલી હતી અને દવાખાને લઇ જતા આ ઘટના બની છે ત્યારે કાયદાની રક્ષા કરનાર જ પોલીસ હવે જવાબો આપે તેવી લોકમાંગ ઊઠી છે હાલ ટીંટોઇ પોલીસ દ્વારા ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!