GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા વધુ એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૬.૭.૨૦૨૫
રોટરી ક્લબ હાલોલ દ્વારા RY 2025-26 ની સેવાકીય પ્રવૃત્તિઓની હારમાળામાં આજરોજ 16/7/2025 ના રોજ વધુ એક શાનદાર મણકો ઉમેરવામાં આવ્યો હતો.હાલોલ થી 25 કિલોમીટર દૂર કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય – વાઘબોડ અને ઢીંકવા ખાતે ૨૦૦ વિધાર્થિનીઓને લખવાના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ધો. ૬ થી ૧૨ ની દરેક વિધાર્થિનીઓને પાંચ ચોપડા આપવામાં આવ્યા આમ કુલ ૧૦૦૦ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રોટરી પ્રમુખ હાર્દિક જોશીપુરા,મંત્રી વૈભવ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ તથા ક્લબ ના સભ્ય રો. ડો. સંજય પટેલ, બી.આર.સી.ધર્મેન્દ્ર ખાંટ વિગેરે હાજર રહી સેવામાં સાથ સહકાર આપ્યો હતો.એકંદર ખૂબ જ સુંદર અને આત્મસંતોષ ભર્યો આ કાર્યક્રમ રહ્યો હતો.










