BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ડે. સરપંચની ચૂંટણી યોજાઈ..

કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ડે. સરપંચની ચૂંટણી યોજાઈ..

કાંકરેજ તાલુકાના ચાંગા ગામે ડે. સરપંચની ચૂંટણી યોજાઈ..

કાંકરેજ તાલુકાના ચાંગા ખાતે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં બબીબેન હરદાસભાઈ ચૌધરી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.ત્યાર બાદ આજે તા. ૧૫/૦૭/૨૦૨૫ ને મંગળવાર ના રોજ ચૂંટણી અધિકારી વિપુલભાઈ દેસાઈની અધ્યક્ષતા હેઠળ તલાટી કમમંત્રી ચેતનભાઈ મોદી,ચૌધરી સમાજના દેસાઈ વિરભણભાઈ ચૌધરી, બીજલભાઈ દેસાઈ,ભુવાજી ચેહરાભાઈ દેસાઈ,ભગત પેથાભાઈ પટેલ,કાંકરેજ તાલુકા સંઘના પૂર્વ મેનેજર ભગવાનભાઈ પટેલ,નારણભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ,જામાભાઈ પટેલ, સવરામભાઈ પટેલ, મેઘાભાઈ પટેલ,વેલાભાઈ ઠાકોર,દશરથભાઈ ઠાકોર,,પૂર્વ ડેલિકેટ મનુભાઈ ચમાર, કરમશીભાઈ ચમાર,હેમાભાઈ ચમાર સહીત ગ્રામજનોની ઉપસ્થિતમાં ડે. સરપંચની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ડે.સરપંચ તરીકે દેસાઈ તેજાભાઈ કલ્યાણભાઈ ની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.સરપંચ બબીબેન ચૌધરી અને ડે.સરપંચ તેજાભાઈ દેસાઈ, ડેલિકેટ હરદાસભાઈ ચૌધરીને મોતીભાઈ દેસાઈ સહીત ગામ લોકોએ ફુલહાર પહેરાવી મ્હોં મીઠુ કરાવી ખુશી વ્યક્ત કરી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!