BHARUCHNETRANG

જુના નેત્રંગ ખાતે બાળમેળા તેમજ લાઇફ સ્કીલ મેળાનું ભવ્ય આયોજન 

 

 

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ આચાર્ય પ્રજ્ઞાબેન જી. વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.ધો.1/2 નાં બાળકો દ્વારા બાળ અભિનય ગીતો કરવામાં આવ્યા.અનેક બાળકોને વેશભૂષામાં ભાગ લીધો બાળકો દ્વારા સુંદર માટીનાં રમકડાં બનાવવામાં આવ્યા. આ ઉપરાંત ચિત્રકામ ચિત્રકામ, રંગપૂરણીમાં પણ ઉત્સાહપૂર્વક બાળકોએ ભાગ લીધેલ હતો .આ ઉપરાંત ચીટકકામ ,રંગોળી વગેરે પણ કરવામાં આવ્યા .વાર્તા કથન પણ કરવામાં આવ્યું .આ ઉપરાંત બાળ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તા.14/7/2025ને સોમવારનાં રોજ ધોરણ 6થી8નાં બાળકોનો લાઇફ સ્કીલ મેળો યોજાયો.જેમાં ધોરણ 6થી8નાં શિક્ષકો દ્વારા આચાર્ય પ્રજ્ઞાબેન જી.વસાવાના માર્ગદર્શન હેઠળ પૂર્વ આયોજન કરી વિવિધ પ્રવૃતિઓ પાંચ વિભાગમાં કરાવી.વિદ્યાર્થીઓ દ્વારા સર્જનાત્મકતા અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ , ડિજિટલ પેન્ટિંગ,ચિત્ર ,રંગપૂરણી ,રંગોળી ટી કોસ્ટર વગેરે બનાવવામાં આવ્યા.ચાલો શીખીએ અંતર્ગત બાળકોએ કૂકર બંધ કરતા, ટાયર પંચર રીપેર કરતા, સ્ક્રુ લગાવતા ,ખીલી ઠોકતા , પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવતા શીખ્યા.પર્યાવરણને માણીએ અંતર્ગત ફૂલોના ગુલદસ્તા ,ફૂલોની રંગોળી, સાદડી વગેરે બનાવવામાં આવ્યું.સમસ્યા ઉકેલ અંતર્ગત ગાણિતિક કોયડાઓનો ઉકેલ અંતર્ગત પ્રવૃતિ કરવામાં આવી. મેટ્રિક મેળા અંતર્ગત વજન ઊંચાઈ માપન ,રમતના મેદાનનું માપ વગેરે લેવામાં આવ્યું.અંતે બાળકોની અભિવ્યક્તિ ખીલે અને પ્રત્યાયન ક્ષમતા વિકસે એ હેતુસર ટોક શો કરવામાં આવ્યો.અંતે હાસ્ય દરબાર દ્વારા હાસ્ય સાથે લાઇફ સ્કીલ મેળાનું સમાપન થયું.આ અંતર્ગત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પુષ્પેન્દ્રસિંહ ગોથાણા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.શિક્ષણાધિકારી દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!