GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે ફરિયાદના સાત મહિને પણ ચાર્જશીટ ન કરવામાં આવતા અધિકારીઓ સામે ગુંનો નોંધો -રાકેશ શર્મા આ.હિ.પરિષદ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં આવેલ સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં  હિન્દુ દેવતાઓના અપમાન માટે દોષિત શિક્ષક દંપતી વિરુદ્ધ 29 નવેમ્બર 2024માં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓની ધરપકડ કરી નવસારી કોર્ટે  તપાસ અર્થે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતાં આ કેસના આરોપીઓ હાલ જામીન પર છે. આ કેસના મજબૂત પુરાવા તરીકે વિડિઓ પેન ડ્રાઈવ નવસારી SOG ને તા.2 જાન્યુઆરીએ આપી હતી. જેને આજે સાત મહિના વિતવા છતાં ચાર્જશીટ ન કરવામાં આવતા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના અધ્યક્ષ રાકેશભાઈ શર્મા એ નવસારી જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે. તેની એક એક નકલ  રાજ્યનાં ગૃહમંત્રી અને રાજ્યનાં ડી.જી.પી.ને મોકલાવી તાત્કાલિક કાર્યવાહી માંગ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ નવસારી સ્થિત સેવેન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના શિક્ષક દંપતી સરિતા નાસ્કર અને કમલ નાસ્કર વિરુદ્ધ હિન્દુ દેવી દેવતાઓના અપમાન અને ધર્માંતરણ વટાવ પ્રવૃતિ અંગે એફ.આઈ.આર નોંધાવવામાં આવી હતી. આ કેસના મજબૂત પુરાવા તરીકે એક પેન ડ્રાઈવ SOG નવસારી આપવામાં હતી તેઓ પેન ડાઇવને 2 જાન્યુઆરી ના રોજ FSL ફાલશાવાડી સુરત મોકલવામાં આવી હતી પરંતુ આજે સાત મહિના થયાં છતાં રિપોર્ટ ન આવતા સનાતન ધર્મ પ્રેમીઓની લાગણી દુભાઈ હતી આ કેસની ત્રણ મહિનાની અંદર કાર્યવાહી થવી જોઈએ પરંતુ સાત મહિના જેટલું સમય વીતવા છતાં ચાર્જશીટ ફાઈલ ન થતાં પોલીસની કામગીરી અંગે સામે શંકા ઉભી થઈ છે. અને તેઓ સુરત FSL દ્વારા આ રિપોર્ટ ડીલે કરવાના કારણો અને નવસારી SOG દ્વારા દર મહિને FSL સુરતને રિપોર્ટ માટે રીમાઇન્ડર મોકલવામાં આવ્યાં હોય તો તે પત્રોની પાંચ નકલો આપવાની તેમજ સંબંધિત કેસમાં ડિલે થઈ રહ્યો હોય તો, FSL અધિકારી સામે શિસ્તભંગ માટે પગલા લેવામાં આવે તેવી માંગ સાથે આ કેસની ચાર્જશીટ દાખલ કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!