DEDIAPADAGUJARATNARMADA

દેડીયાપાડા-ચિકડા રોડ પર પેચવર્ક કામગીરી કરવામાં આવી.

*દેડીયાપાડા-ચિકડા રોડ પર પેચવર્ક કામગીરી કરવામાં આવી.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 16/07/2025 – નર્મદા જિલ્લાનું મહત્વપૂર્ણ માર્ગ મહારાષ્ટ્ર – ગુજરાતને જોડતો દેડીયાપાડા થી ચીકદા તરફ જતો માર્ગ પાછલા વરસાદી મૌસમમાં ખંડિત થઈ ખાડા પડી ગયા હતા. જનસુરક્ષા અને વાહનવ્યવહારની સરળતા માટે પેચવર્ક કાર્ય હાથ ધરાયું છે. જિલ્લા કલેકટર દ્વારા મરામત કાર્યની નિગરાનીમાં દેખરેખ કરવામાં આવી રહી છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. દેડીયાપાડા-ચિકદા રોડ પર પેચવર્ક કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. સરકારી માર્ગ વિકાસ યોજનાની અંદર દેડીયાપાડા તાલુકાના મુખ્ય માર્ગ ચિકદા રોડ પર વિસ્તૃત પેચવર્ક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદ અને ભારે વાહનવ્યવહારના કારણે રસ્તામાં થયેલા ખાડાઓ અને ક્ષતિઓને ધ્યાને લઇ તાત્કાલિક રિપેરીંગના પગલાં લેવાઈ રહ્યા છે. દેડીયાપાડા ચીકદા રોડ (એમડીઆર) કિમી 0/0 થી ૧૪/000 રાજ્યપથના માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવેલ માર્ગ છે. દેડીયાપાડા તાલુકામાં આવેલ આ મુખ્ય માર્ગ રાજ્ય મકાન વિભાગ દ્વારા સંચાલિત છે, જે દેડીયાપાડા-ચીકદા ગામ સાથે જોડે છે. આ માર્ગને દેશના મુખ્ય નેશનલ હાઇવે 753B અને સ્ટેટ હાઇવે 65 સાથે જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. આ માર્ગ દેડીયાપાડા તાલુકાના મુખ્ય મથક તથા ચીકદા ગામ સાથે જોડતો હોવાથી ભારે વાહન વ્યવહાર સતત ચાલતા રહે છે. યાતાયાતને અનુકૂળ બનાવવા માટે રોડ પર ચોમાસા દરમિયાન માટી-મેટલ પેચવર્ક ડામર થતું રહે છે, જે આર. એન્ડ બી. કચેરીના ટેક્નિકલ સ્ટાફની દેખરેખ હેઠળ થાય છે. તાજેતરમાં મોટરેબલ બનાવવા માટે રોલર વડે મેટલ પેચ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રસ્તાની સ્થિતિ ધ્યાનમાં રાખી, કેટલાક વિસ્તારોમાં રોલીંગ કરી એડમીક્ષર સાથે મેટલ પેચ કામગીરી કરવામાં આવી રહી છે.

 

આ કામગીરી જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદી તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી એસ. એચ. મોદી, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની દેખરેખ હેઠળ ઝડપી ગતિએ ચાલી રહી છે. સ્થાનિક ગ્રામજનો અને વાહન ચાલકો માટે સલામત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભાગ દ્વારા યાંત્રિક સાધનો અને શ્રમિક માનવબળનો ઉપયોગ કરીને કામગીરી હમણાં ઉઘાડ નિકળતા પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રામજનો તરફથી કામગીરી માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી છે. કલેક્ટર દ્વારા સ્થાનિક અધિકારીઓને માર્ગોની પરિસ્થિતિની દિવસભરની કામગીરીની સમીક્ષા કરીને કામગીરીમાં ગુણવત્તા જાળવવા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!