GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ-ભૂજ ટ્રેન સમયના ફેરફાર સાથે પુનઃ શરૂ કરો.

તા.૧૬/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રેલ્વેના જનરલ મેનેજરને પત્ર પાઠવતા મંત્રી-કુંવરજીભાઈ બાવળીયા મુસાફરોના હીતમાં ટ્રેનને રાજકોટ અને ભુજથી રાતના ૯ થી ૧૦ વચ્ચે ચલાવવા રજુઆત.

Rajkot: અમદાવાદ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવતી રાજકોટ-ભૂજ ટ્રેનને ૩૦ જુન ૨૦૨૫ થી બંધ કરવામાં આવેલ સેવાને સમયમાં યોગ્ય ફેરફાર કરી પુનઃ શરૂ કરવા રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પશ્ચિમ રેલ્વે મુંબઈના જનરલ મેનેજરને પત્ર પાઠવ્યો છે.

સૌરાષ્ટ્રભરના પ્રવાસીઓ કચ્છ ખાતે આવેલ પ્રસિધ્ધ સફેદ રણ, સ્મૃતિવન,આશાપુરા મંદિર, નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ સહિત અનેક ધાર્મિક સ્થળો ઉપરાંત લાંબો દરિયા કિનારાની મુલાકાત કરે છે, અને મુસાફરો ખાનગી અને એસ.ટી. બસોના બદલે ટ્રેનમાં જવાનું વધારે પસંદ કરતા આવ્યા છે.

આજે કચ્છ સાથે સંકળાયેલી ખાનગી-એસ.ટી.ની બસોમાં સમયસર જગ્યા કે રીર્ઝવેશન મળતું ન હોવાના કારણે રાજકોટથી કચ્છ-ભુજ તરફ ચલાવતી ટ્રેન મુસાફરો માટે આર્શીવાદ રૂપ હતી. આ ટ્રેનને બંધ કરવાથી મહિલાઓ, બાળકો, વયોવૃધ્ધ સહીતના પ્રવાસીઓ માટે ભુજ જવા માટેની સસ્તી, સારી અને આરામદાયક સુવિધા બંધ થતાં રોષની લાગણી જોવા મળી રહી છે.

અમદાવાદ ડિવિઝન દ્વારા બંધ કરવામાં આવેલ ટ્રેનના સમયમાં ફેરફાર કરી રાજકોટ અને ભૂજથી થી રાત્રીના ૯ થી ૧૦ વચ્ચે ચલાવી વહેલી સવારે પહોંચે તો મુસાફરીના સમય અને સસ્તી ટ્રેન સેવાના કારણે નાણાનો બચાવ થશે અને ટ્રેનમાં સારા પ્રમાણમાં ટ્રાફીક-ગુડઝ મળી શકશે. સૌરાષ્ટ્રના અનેક શહેરોના મુસાફરો દિવસ દરમ્યાન કચ્છ-ભુજના જોવા લાયક સ્થળોએ ફરી રાત્રીની આરામદાયક મુસાફરી સાથે સૌરાષ્ટ્રમાં પરત ફરી શકશે.

આ ટ્રેનને માત્ર વેકેશનની રજા પુરતી સિમિત ન રાખતા નિયમીત રીતે ચલાવવા જનરલ મેનેજર મુંબઈ અને D.R.M અમદાવાદ/રાજકોટને પત્ર પાઠવવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!