GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આજી ડેમ ચોકડી પાસે ક્ષતિગ્રસ્ત રસ્તાનું સમારકામ કરાયું

તા.૧૬/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ શહેરના વોર્ડ નંબર ૬માં આજી ડેમ ચોકડી પાસે સર્કલની આજુ-બાજુના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વરસાદથી પડેલા ખાડાઓ બુરી રસ્તો સમથળ કરાયો હતો. આ રસ્તાનું સમારકામ થતાં આસપાસના ગ્રામીણ વિસ્તારો તેમજ જસદણ, ભાવનગર તરફ જતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા રહેશે.

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ભારે વરસાદના કારણે વિવિધ રસ્તાઓમાં થયેલા નુકસાનથી વાહન ચાલકોને તકલીફ ભોગવવી ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શનમાં જિલ્લા કલેકટરશ્રી તેમજ કમિશનરશ્રીએ વિવિધ માર્ગોનું નિરીક્ષણ કરી અધિકારીશ્રીઓને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત નાગરિકો ખરાબ રસ્તાઓ અંગે ગુજમાર્ગ એપ્લિકેશનમાં ફરિયાદ કરી રહ્યા છે, જેનું નિવારણ પણ એક્ટિવ મોડમાં કરાઈ રહ્યું છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજી ડેમ સર્કલમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તા પર સીસી(સીમેન્ટ કોંક્રીટ) કરી પેવિંગ બ્લોક પાથરીને રસ્તાને સમથળ કરાયો હતો.

આ રસ્તો સમથળ થતા ત્રંબા, અણીયારા, રાજ સમઢીયાળા, સરધાર સહિતના ગ્રામીણ વિસ્તારો તેમજ જસદણ અને ભાવનગર તરફ જતા વાહન ચાલકોને આવાગમનમાં સુગમતા રહેશે.

Back to top button
error: Content is protected !!