
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં પાંઢરમાળ ગામ ખાતે રહેતા એવાજુભાઈ વાલ્યાભાઈ કોટવાલીયા (ઉ. વ.૫૫) ગત તા.૦૯/૦૭/૨૦૨૫નાં રોજ ઘરેથી વાંસના સૂપડા તેમજ ટોપલી બનાવી કાલીબેલ ગામ તરફ વેચવા માટે ગયા હતા. અને તેઓ વેચાણ કરી ઘરે પરત આવ્યા ન હતા.ત્યારે સાત દિવસથી ગુમ થયેલ આ આધેડની લાશ વઘઈ તાલુકાના એન્જિનપાડા ગામની સીમમાંથી પસાર થતી પૂર્ણા નદીના કિનારે ગોઠણ દહાડ નામે ઓળખાતી જગ્યાએ જાંબુડાની ઝાડી ઝાંખરીમાં ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી.જેને લઇને વઘઈ પોલીસ મથકે બુધવારે એવાજુભાઈના પુત્રએ અક્સ્માત મોત અંગે ગુનો નોંધાવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..




