BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: જયેન્દ્રપુરી કોલેજમાં રક્તદાન શિબિરનું સફળ આયોજન

સમીર પટેલ, ભરૂચ

ભરૂચમાં ભારતીય નવનિર્માણ સાઉન્ડ અને યુનિટી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવા માટે રક્તદાન કર્યું હતું.વિશેષ ઉલ્લેખનીય છે કે જયેન્દ્રપુરી કોલેજ દર વર્ષે નિયમિત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરે છે અને આ વર્ષે પણ તે પરંપરાને આગળ વધારતાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી, ભાજપ યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ, કોલેજના આચાર્ય નિતિન પટેલ તેમજ કોલેજ સ્ટાફની વિશેષ ઉપસ્થિતિ રહી. ડોક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને રક્તદાનના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓમાં રક્તદાન માટે વધુ જાગૃતિ પ્રસરી.

Back to top button
error: Content is protected !!