
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડેહલી ગામે આજે “એક પેડ માં કે નામ 2.0” અભિયાન અંતર્ગત રાજયકક્ષા, વન, પર્યાવરણ અને કલાયમેન્ટ ચેન્જ, જળ સંપતી અને પાણી પુરવઠા, ગુજરાત રાજય વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષપદે બે હેક્ટર જમીનમાં એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાજિક વનીકરણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, એસઆરપીએફ કેમ્પ, સીઆરપીએફ કેમ્પના જવાનો, એનસીસી કેડેડ, પોલીસ જવાનો, સખીમંડળો, મોટી સંખ્યામાં માતા –બહેનો વગેરેના હસ્તે વિશાળ જગ્યામાં માતાને નામે મિયાવાંકી પધ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
આ અભિયાનને વધુ વ્યાપક અને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ વૃક્ષપ્રેમીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણ કર્યું હતું. બે હેક્ટર જમીનમાં ૨૦,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરી માતૃવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આવનારી પેઢી માટે વૃક્ષોની મહત્તા અંગે માર્ગદર્શન આપતા વનમંત્રીશ્રી એ જણાવ્યું કે, ભરૂચ જિલ્લામાં ડેહલી ગામથી એક પેડ માં કે નામ 2.0 અભિયાનની શરૂઆત આપણે કરી રહ્યા છીએ. માતા સાથોનો આપણો સંબંધ સૌથી વિશેષ અને અમૂલ્ય હોય છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ માનું ઋણ ચૂકવી શકતો નથી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ માતાનું ઋણ ચૂકવવા ભારતની જનતાને આહવાન કર્યુ હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આહ્વાનને કેન્દ્રમાં લઈને દરેક નાગરિકે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવીને પર્યાવરણ હિતેષી અભિગમને જનઆદોલન બનાવી સફળ બનાવવા માટે સહભાગી બન્યા હતા.
ગતવર્ષ “એક પેડ માં કે નામ ” અંર્તગત ગુજરાતમાં ૧૭ કરોડથી વધારે વૃક્ષોનુ વાવેતર થયું હતું. જેમાં ગત વર્ષે ભરૂચ જિલ્લાએ સર્વાધિક ૪૮ લાખ છોડનું વાવેતર કરી રેકોર્ડબ્રેક કામગીરી કરી હતી.
પાંચમી જૂન થી ફરી “એક પેડ માં કે નામ 2.0” અભિયાનની શરૂઆત થઈ છે.તેમાં પણ સૌનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના લોકોએ ગત વર્ષે જે વૃક્ષો વાવ્યા હતા, આજે તે વૃક્ષોનું ઉછેર અને વૃદ્ધિ જોઈને આનંદ અનુભવાય છે. એક પેડ માં કે નામ માત્ર અભિયાન નથી, પણ માતાના અપાર ઋણને યાદ કરવાનો એક અભિવ્યક્તિપૂર્ણ પ્રયાસ છે.
વધુમાં તેમણે અનુરોધ કરતા ઉમેર્યું હતુ કે, આપણો જન્મ દિવસ હોય, અન્યથા આપણા જીવનનો મહત્વપૂર્ણ દિવસ હોય તેની ખુશી અને જીવન પર્યંત્ન યાગદીરી માટે એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ. આપણા વિસ્તારમાં ઘણી વધારે જગ્યાઓ ધરાવતા સ્મશાનગૃહો આવેલા છે, આપણા સ્વજનની યાદમાં ત્યાં પણ વૃક્ષ વાવીને તેમને સાચી શ્રધ્ધાંજલી અર્પી શકાય તેમ છે,
આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષરથને લીલીઝંડી આપી હતી. જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને હરિયાળું બનાવવા માટે સર્વેને વૃક્ષારોપણ કરવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, ગામના સરપંચ, તાલુકા પ્રમુખ વાલીયા, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, અને જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, (વન સંરક્ષક) સમાજીક વનીકરણ વર્તુળ- ભરૂચ આનંદકુમાર અને વન સંરક્ષક પુનિત નૈચ્યર વન વર્તુળ- સુરત, ભરૂચ જિલ્લા આગેવાન પ્રકાશ મોદી, વનકર્મીઓ, શાળાના નાના ભૂંલકાઓ, વિદ્યાર્થીઓ અને ડહેલી ગામના વૃક્ષપ્રેમી લોકોની પ્રે
રક ઉપસ્થિતિ રહી હતી.



