AHAVADANG

ડાંગ જિલ્લામાં બંધ થયેલ 14 પ્રાથમિક શાળાની છાત્રાલયો ફરી શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 14 પ્રાથમિક શાળાની છાત્રાલયો બંધ કરવામાં આવેલ છે.ત્યારે આ શાળાઓની છાત્રાલયો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરેની આગેવાનીમાં કલેકટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું.આવેદનપત્રમાં જણાવ્યા મુજબ,ડાંગ જિલ્લાની ૧૪ પ્રાથમિક શાળાઓમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની છાત્રાલયો જે પેસા સદર (૨૫૭૫) હેઠળનું હેડ ન હોવાનું કારણ આપીને છેલ્લા દોઢ વર્ષથી બંધ કરવામાં આવેલ છે.જેથી આદિવાસી વિસ્તારનાં ગરીબ બાળકોનું શૈક્ષણિક ભાવી બગાડવામાં આવી રહ્યું છે.જ્યારથી ડાંગ જીલ્લામાં જીલ્લા પંચાયત 1971માં અસ્તિત્વમાં આવેલ છે ત્યારથી આ ચાલતી આદિવાસી કુમાર અને કન્યા છાત્રાલયમાં ૭૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે.જે બાળકોને હાલમાં અધ વચ્ચે રસ્તામાં છોડી રઝળતા કરી દેવામાં આવેલ છે. આ ગરીબ આદિવાસી બાળકોના વાલીઓ આ બાબતથી ખૂબ જ અજાણ હોય સરકારની નીતિ રીતીથી અજાણ હોય એમને અંધારામાં રાખવામાં આવ્યા છે.આ છાત્રાલયોમાં વઘઈ તાલુકાની વઘઈ,ચિકાર, સાકરપાતળ,નડગચોંડ અને આહવા તાલુકાની આહવા, શામગહાન,ગલકુંડ,લહાનચર્યા,પાંડવા, ચનખલ, અને સુબીર તાલુકાની લવચાલી,સુબીર, પીપલાઈદેવી, પીપલદહાડ,બરડીપાડા છાત્રાલયોનો સમાવેશ થાય છે.આ છાત્રાલયોમાં આજુબાજુનાં ગામનાં વિદ્યાર્થીઓ  અભ્યાસ કરે છે. ડાંગના વાલીઓ પોતાના બાળકોને આ છાત્રાલયોમાં મૂકીને મજુરી અર્થે સ્થાળાંતર કરતાં હોય છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી આ છાત્રાલયો ગ્રાન્ટના ખર્ચ સદર (૨૫૭૫) ઉપલી કક્ષાએથી હેડ બંધ કરવામાં આવેલ છે, એવું શિક્ષણ સમિતિ તરફથી જણાવવામાં આવ્યું અને એક વર્ષ માટે સિઝનલ હોસ્ટેલમાંની ગ્રાન્ટનો ઉપયોગ કરીને આ છાત્રાલયો ચલાવવામાં આવેલ હતી.અહિના(ડાંગ) જિલ્લા પંચાયતના તમામ હોદ્દેદારો,સમિતિના સભ્યો અધિકારી આ બાબતથી વાકેફ છે.પોતાની સરકાર હોવા છતાં ન તો ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ કે સમિતિના ચેરમેન આદીવાસી હોવા છતાં પોતાની સરકારમાં રજુઆત કરી શક્યા નથી.આ છાત્રાલયમાં કામ કરતા આઉટસોર્સના કર્મચારીઓને છેલ્લા એક વર્ષથી મહેતાણું પણ મળ્યું નથી.તેની પણ માહિતી સમિતિના સભ્યો તેમજ અધ્યક્ષ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી.પરંતુ કેમ જાણે આદિવાસી બાળકોનું જરાય હિત કર્યા વગર ફક્ત ને ફક્ત આદિવાસીઓના મત માટેજ હોય અને તેમના બાળકો શિક્ષણથી વંચિત રહે અને સરકાર સામે પોતાનો હક રજુ ન કરે તેના માટે ડાંગ જિલ્લાના આ તમામ હોદ્દેદારો જવાબદાર છે.જો બીજા જિલ્લામાં ચાલતી છાત્રાલયોમાં પણ આજ સદરનો (૨૫૭૫) હેડ હોય તો ત્યાં હેડ કેમ બંધ થયો નથી. ફક્ત ને ફક્ત ડાંગ જિલ્લામાંજ કેમ ? એ સૌથી મોટો પ્રશ્ન છે.આ બાબતના લીધે દરેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોનો વધનો પ્રશ્ન પણ થયો છે. પ્રથમ તો દરેક પ્રાથમિક શાળાઓમાં ઘટનો પ્રશ્ન એક શિક્ષક વાળી શાળા,ઓરડાની અછત તેમજ ઓનલાઇન પ્રક્રીયામાં શિક્ષકની સૌથી વધુ ભાગીદારી BLOમાં ૯૦% શિક્ષકો આ દરેક સમસ્યામાં અમારો ડાંગ જિલ્લો સૌથી આગળ છે.દરેક બાબતે  સરકારનું ઊણું વલણ એ બતાવે છે કે આદિવાસી બાળકો ભણે જ નહી, અભણ રહે એવું ફલિત થાય છે.આમાં સૌથી વધુ જવાબદાર સમિતિના સભ્યો તેમજ ચેરમેન, જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય સાથે અધિકારીઓ પણ છે, જે આજે પણ આ છાત્રાલયો માટે કોઈ પગલાં ભરી રહ્યા નથી. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આ માટે જવાબદાર વ્યક્તિઓ પ્રત્યે કાર્યવાહી કરવામાં આવે. ડાંગ જિલ્લામાં શિક્ષણમાં કથળતી જતી ક્ષતીઓ માટે તમામ વ્યક્તિઓ જવાબદાર છે. શાળાઓમાં ઓરડાની અછત છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચલાવવામાં આવી રહી છે. અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં પણ ભાઈ-ભલાઈ અપનાવવામાં આવી રહી છે. ત્યારે આ શાળાઓ ચાલુ કરવામાં આવે અથવા આ ૧૪) છાત્રાલયોને આદિજાતિ વિભાગ (T.S.P) કચેરીને સોંપીને બાળકોના ભવિષ્યને સુધારવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.અને આ માંગણીઓ સંતોષવા નહી આવે તો આવનાર દિવસોમાં આંદોલનની ચીમકી સહીત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધીની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!