
જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં છેલ્લા પંદરેક દિવસથી ભાટગામ ગામની એસ.ટી બસ રૂટ બંધ બાબતે પડી રહેલી હાલાકથી ત્રસ્ત અપડાઉન કરતી વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી એસ.ટી.બસો થંભાવી દીધો હતી.ડેપો મેનેજર ને અનેક મૌખિક રજુઆતો છતાં તંત્ર કોઈ દયાન આપતું ન હોવાના આક્ષેપો કયૉ હતા.દરમ્યાન પોલીસે દોડી આવી કરેલી સમજાવટ અને તંત્રએ ફરી બસ શરૂ કરતાં મામલો થાળે પડ્યો હતો માંગરોલ થી દરરોજ બપોરે વિઘાથીં ફેરા માટે માંગરોલ- ભાટગામ વાયા સુલતાનપુર બસ ઉપડે છે.પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે. આ બાબતે અભ્યાસ અર્થે આવતી વિઘાથીંઓએ આ રૂટ ફરી નિયમિત શરૂ કરવા અનેક રજુઆત કરી હતી. પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આજે છાત્રાઓ તથા વાલીઓએ બસ સ્ટેશનનો ધેરાવ કર્યો હતો ડેપોમાં બસને આવવા જવાના બંને ગેઇટ પર આડા બેસી જઈ બસો રોકાવી દીધી હતી. આ ઉપરાંત જ્યાં સુધી બસ ચાલુ ન થાય ત્યાં સુધી અહીંથીં ન ખસવા મક્કમ હોવાનું જણાવ્યું
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





