
વિજાપુર મણીપુરા ટીબી રોડ ઉપર રખડતા ઢોરો નો ત્રાસ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી ને ગ્રામજનો દ્વારા રખડતા ઢોરો ના નિકાલ માટે આવેદન પત્ર સુપ્રદ કર્યું
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મણીપુરા ટીબી રોડ ઉપર બહાર આવી ગાયો છોડી જતા હોવાને કારણે રોડ ઉપર રખડતા ઢોરો ત્રાસ વધી જવા પામ્યો છે. તંત્ર ને અગાઉ ગ્રામજનો તેમજ સોસાયટી વિસ્તાર ના રહીશો મારફત રખડતા ઢોરો નો નિકાલ માટે તલાટી તેમજ તાલુકા ધારાસભ્ય સીજે ચાવડા સહિત તંત્ર ને વારંવાર જાણ કરવા મા આવી છે પરંતુ હજુ સુધી કોઈ નિકાલ કરવા મા આવ્યો નથી થોડા દિવસ અગાઉ મણીપુરા ગામની શાળા પાસે બે બાળકોને સિંગડું મારી ઈજાઓ પણ કરી હતી. જોકે બંને બાળકો ને ગાયો ના ચુંગળ માંથી છોડાવી સારવાર કરાવી હતી.આ રખડતા ઢોરો થી માનવ હિત ને કોઈ નુકશાન થાય તે પહેલાં પ્રશ્નો નો નિકાલ જરૂરી છે. ઘણી વખત રોડ ની વચ્ચે રખડતા ઢોરો ઉભા થઇ જતાં વાહન લઇને પસાર થવું મુશ્કેલ બને છે. જેને લઇ મણીપુરા ગામ ની મહિલાઓએ મામલતદાર શૈલેષ સિંહ બારીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ચૌધરી સમક્ષ પોહચી રોડ ઉપર રખડતી ગાયો ઢોરો નો નિકાલ કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. બંને અધિકારીઓએ પ્રશ્ન ના નિકાલ માટે દિલાસો આપ્યો હતો. આ અંગે ગામના સ્થાનીક આગેવાન ડાહ્યાલાલ પટેલે જણાવ્યું હતુ કે રખડતી ગાયો ના પ્રશ્ને અમોએ ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારી સહિત તંત્ર ને લેખીત મૌખિક બંને પ્રકારે રજૂઆત કરી છે. પરંતુ ઘણા દિલાસો આપી ને પણ આ રખડતા ઢોરો અને ગાયો નો હજુસુધી નિકાલ કરવા મા આવ્યો નથી જો આગામી દિવસોમાં પ્રશ્ન નો નિકાલ નહિ થાય તો ગાંધી માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારાઇ હતી.





