MORBI:મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખી પમ્પિંગ સ્ટેશન ખાતે સાઇરન લગાડવામાં આવ્યા

MORBI:મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખી પમ્પિંગ સ્ટેશન ખાતે સાઇરન લગાડવામાં આવ્યા
મોરબી શહેરીજનોની સુરક્ષા અને જાગૃતિને ધ્યાને રાખીને મોરબી મહાનગરપાલિકાના ક્લસ્ટર ૦૧-નાની વાવડી, ક્લસ્ટર ૦૨- અમરેલી, ક્લસ્ટર ૦૩- મહેન્દ્રનગર, ક્લસ્ટર ૦૪-ભડિયાદ, ક્લસ્ટર ૧૦ – રવાપર, ક્લસ્ટર ૦૯-શકત શનાળા અને પંચાસર રોડ પર આવેલ પમ્પિંગ સ્ટેશન ખાતે સાઇરન લગાડવામાં આવ્યા છે. તેમજ તમામ ૧૧ ક્લસ્ટરમાં પીએ સિસ્ટમની ફાળવણી કરવામાં આવેલ છે. ક્લસ્ટરમાં ફાળવેલ સાઇરન આને પીએ સિસ્ટમનો અસરકારક રીતે ઉપયોગ થઈ શકે તે માટે મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમન શાખા દ્વારા તમામ (૧૧) ક્લસ્ટરના નોડલ અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવેલ છે.
આમ, આ સાઈરન અને પીએ સિસ્ટમનો મુખ્ય ઉદેશ્ય મોરબી મહાનગરપાલિકામાં કોઈ પણ પ્રકારની ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અણધારી આપદા વિશે સાઇરન વગાડીને જાણ કરી શકાય તેમજ નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાન-હાનિ કે પછી કોઈ મોટી આપદા ને નિવારી શકાય અને જાન-માલને બચાવી શકાય. વધુમાં, આવી કોઈ દુર્ઘટના થયે આપ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ-૦૨૮૨૨ ૨૩૦૦૫૦ અને ૧૦૧ પર સંપર્ક કરી શકો છો








