
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મૌઝા જિલ્લા પંચાયત વિસ્તારના ભંગોરીયા ખાતે ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા પાંચ લાખ ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત ઓરડાનું ધારાસભ્ય રિતેશભાઈ વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ, વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન સુરેશભાઈ, ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ સહિત તાલુકા સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



