ઉંદરાણા થી નાનોલ ઉંદરાણા સેદલા ઉંદરરાણા થી ખેંગારપૂરા ને જોડતા કાચો માર્ગોને પાકો બનાવવાની માંગ
અમે ભાજપ કોંગ્રેસ ના સતાધીશો જોયા પણ રોડ રસ્તાઓ નહી: ગામલોકો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ થરાદ
આઝાદીના ૭૫ વર્ષ બાદ થરાદ તાલુકાના સેદલાથી ઉંદરાણા આ રસ્તાઓની બાબતમાં વિકાસના નામે મીડું. ભારત દેશ સહિત ગુજરાતમાં આઝાદી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે, છતાં અમુક ગામડાઓમાં વિકાસથી વંચિત. થરાદ તાલુકાના અમુક ગામડાઓમાં રસ્તાઓ આઝાદીના ૭૫ વર્ષ બાદ પાકા બન્યા નથી. એક વાસ્તવિકતા છે માટે જે રસ્તાઓ બાકી રહ્યા છે. તેનો સર્વે કરાવી તેને તાત્કાલિક બનાવવા જોઈએ તેવી માંગ ઊભી થઈ છે.આવી જ રીતે થરાદ તાલુકાના સેદલાથી ઉંદરાણા તેમજ ઉંદરાણા થી નાનોલ તેમજ ઉંદરાણા થી ખેંગારપૂરા ગામનો રસ્તો ત્રણ ચાર ત્રણ ચાર કિલોમીટર નો સુધી પાકો રસ્તો બન્યો નથી. અથવા તો કદાચ ભૂતકાળમાં બન્યો હશે. તો કાગળ પર હશે જેના કારણે ચોમસા ઉનાળે અને શિયાળે આ રસ્તાપર સેંકડો લોકો અવરજવર માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેજ રીતે પાકો રસ્તો ન હોવાના કારણે કોઈ મોટું સાધન પણ ચાલી શકતું નથી. સાથે સાથે નાના સાધનો કાચા રસ્તામાં ખૂબ બહોળા પ્રમાણમાં રેતી હોવાથી બાઇક અને ગાડી ચલાવવા માટે મુશ્કેલીનો સામનો કરીરહ્યા છે.સરકાર તો કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં સ્થાનિક તંત્ર પણ આ જવાબદારી પૂર્ણ કરી શકતું નથી કે પછી કયું કારણ છે, કે પછી આ બંને ગામના લોકોના કર્મ આગળ પાંદડું નડે છે. વડાપ્રધાન કહે છે કે જ્યાંથી પાકો રસ્તો પસાર થશે ત્યાંથી વિકાસ જરૂર થશે તો પછી અહીંયા શા માટે રસ્તો તૈયાર કરવામાં આવતો નથી. જેમ કે પાલનપુર કે ડીસા જવું હોય તો જેતડા થી ને જવાય છે જો આ સેદલા થી ઉંદરાણા નો પાકો રસ્તો બની જાય અંદાજિત ચાર કિલોમીટર નુ અંતર ઓછું થઈ જાય નહિતર જેતડાં જવા માટે આસોદર થી ફરીને જવું પડે છે.સાથે સાથે ચોમાસામાં આ ત્રણેય ગામના કાચો રસ્તો જોડતો હોય તે ચોમાસામાં વરસાદના પાણી થી ભરાઈ જાય છે અને લોકોને ચાલવામાં મુશ્કેલી પડે રહી છે, વિધાનસભાના અધ્યક્ષ તમેજ થરાદ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી થોડું આ ધ્યાન દોરવા વિનંતી.




