ARAVALLIGUJARATMODASA

પશુપાલકો માટે ખુશખબરી: સાબરડેરીએ ઐતિહાસિક ભાવ વધારો કર્યો,પશુપાલકોને હવે ₹995 પ્રતિ કિલો ફેટના હિસાબે પેમેન્ટ મળશે

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

પશુપાલકો માટે ખુશખબરી: સાબરડેરીએ ઐતિહાસિક ભાવ વધારો કર્યો,પશુપાલકોને હવે ₹995 પ્રતિ કિલો ફેટના હિસાબે પેમેન્ટ મળશે

હિંમતનગર – સાબરડેરીના નિયામક મંડળે આજે એક ઐતિહાસિક નિર્ણય લેતા વાર્ષિક દૂધના ભાવફેરમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નિર્ણય મુજબ, પશુપાલકોને હવે ₹995 પ્રતિ કિલો ફેટના હિસાબે પેમેન્ટ મળશે, જે અગાઉના ₹960 પ્રતિ કિલો ફેટના એડવાન્સ ભાવ કરતાં ₹35 વધુ છે.

સાબરડેરી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ વધારાની રકમ આગામી સાધારણ સભા પહેલાં જ એડવાન્સ પેમેન્ટ રૂપે પશુપાલકોના ખાતામાં જમા કરાશે.આ નિર્ણય પહેલાં સાંસદો, ધારાસભ્યો, ભાજપના આગેવાનો, અને વિવિધ પશુપાલક સંગઠનો સાથે વિસ્તૃત ચર્ચા અને પરામર્શ કરવામાં આવ્યા હતા.ડેરીના આ પગલાંથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, ખાસ કરીને ત્યારે જ્યારે છેલ્લા કેટલાય દિવસોથી વલોણા અને વિરોધનો માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!