આનંદનગર પ્રા.શાળામાં 47.54 લાખના ખર્ચે નવા સંકુલનું શંકરભાઈ ચૌધરીએ લોકાર્પણ કર્યું.

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના આનંદનગર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત શાળા સંકુલનું લોકાર્પણ થયું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે 47.54 લાખના ખર્ચે નિર્માણ પામેલા આ સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી. આ પ્રસંગે વિવિધ પરીક્ષાઓમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.વિધાનસભા અધ્યક્ષે પોતાના સંબોધનમાં જણાવ્યું કે આજની સદી જ્ઞાનની સદી છે. તેમણે વાલીઓને બાળકોના શિક્ષણને પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો. અધ્યક્ષએ શાળાની કમ્પ્યુટર લેબ અને ડિજિટલ ક્લાસરૂમની મુલાકાત લીધી. તેમણે શિક્ષણક્ષેત્રમાં થઈ રહેલા ડિજિટલ પરિવર્તનની સરાહના કરીશાળાના આચાર્યએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી. આંજણા કલબી પટેલ સમાજ સેવા સંઘના પ્રતિનિધિઓનો શાળાની પ્રગતિમાં સહયોગ બદલ આભાર માનવામાં આવ્યો. કાર્યક્રમના અંતે અધ્યક્ષએ શાળા મેદાનમાં વૃક્ષારોપણ કર્યું. સંઘ દ્વારા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.




