GUJARATJUNAGADH

ભેંસાણ તાલુકામાં બામણગઢ- માંડવા- ખારચીયા રોડ જતા ઉબેણ નદી પર આવેલ મેજર બ્રિજ પર ભારે વાહનો માટે અવર- જવર પર પ્રતિબંધ

તારીખ ૧૫/૯/૨૦૨૫ સુધી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ જૂનાગઢ હસ્તકના બામણગઢ– માંડવા- ખારચીયા રોડ પર સિંચાઈ યોજના વિભાગ હસ્તકના ઉબેણ નદી પર આવેલ મેજર બ્રિજ પર જાહેર સલામતી માટે ભારે વાહનો માટે રસ્તો બંધ કરવા જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.આ જાહેરનામા મુજબ ઉકત રસ્તો બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે બામણગઢ- માંડવા- ખંભાળિયા- રાણપુરથી ભેંસાણ તરફ અને બામણગઢ– માંડવા- ખંભાળિયા રાણપુરથી જૂનાગઢ તરફ રસ્તાનો ઉપયોગ કરી શકાશે. આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તારીખ ૧૫/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!