GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:માનસર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા 2025 અંતર્ગત એક આનંદ મેળા નું આયોજન

MORBI: માનસર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા 2025 અંતર્ગત એક આનંદ મેળા નું આયોજન
શ્રી માનસર પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળા 2025 અંતર્ગત એક આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ નાસ્તા ના અલગ અલગ સ્ટોલ ઉભા કરીને વેપાર , ખરીદ , વેચાણ , નફો-નુકશાન વગેરે બાબતો નો પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો .
આ પ્રસંગે માનસર ગામના સરપંચ શ્રી જીતેન્દ્રભાઇ ઠોરિયા અને SMC ના સભ્ય શ્રી પ્રફુલ્લભાઈ બોપલીયા એ વિશેષ હાજરી આપી હતી અને તેમના દ્વારા દરેક સ્ટોલ ને 101-101 રૂપિયા પ્રોત્સાહન તરીકે આપવામાં આવ્યા હતા તે માટે શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે








