Navsari :નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વિવિધ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ


આ પ્રસંગે નાણાં,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના વિભાગના કેબિનેટ મંત્રીશ્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ વિવિધ પદાધિકારીઓની રજુઆતોને ધ્યાને લીધી હતી. આ સાથે વિવિધ પ્રશ્નો જે મુખ્યમંત્રીશ્રી સામે રજુ કરી શકાય તેવી બાબતોની નોંધ રાખી તેના ઉપર આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા રોડ રસ્તાઓ, પુલ તથા બ્રિજ, રસ્તાઓ પરના ડાયવર્ઝન, પીવાનું પાણી, જર્જરીત ટાંકીઓ, જંગલ જમીન, વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ, રખડતા ઢોર, પાંજરાપોર, કોસ્ટલ હાઇવે, આઇ ખેડૂત પોર્ટલને લગતી અરજીઓ તથા અન્ય વિવિધ યોજનામાં આવતા પ્રશ્નો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. રજુ થયેલા પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓની સલાહ સુચનો અંગે ચર્ચા કરી મંત્રીશ્રીએ જરૂરી પગલા લેવા વહિવટીતંત્રને સુચના આપી હતી. આ સાથે મંત્રીશ્રીએ ગુણવત્તાયુક્ત કામગીરી ન કરતી એજન્સીઓને બ્લેક લીસ્ટ કરવા તથા પદાધિકારીશ્રીઓ જ્યારે મુખ્યમંત્રીશ્રી સાથે રૂબરૂ મુલાકાત કરી પર્શ્નો રજુ કરતા હોય ત્યાર બાદ જે-તે વિભાગ પાસે તેનો ફોલોઅપ લેવા સલાહ આપી હતી. અંતે મંત્રીશ્રીએ નિતિ વિષયક બાબતો ઉપરાંત એવી બાબતો જે જિલ્લા તંત્રના કાર્યક્ષેત્રની બહાર છે તેવા પ્રશ્નો સીધા જે-તે વિભાગને અથવા મુખ્યમંત્રીશ્રીને સાથે મળીને રજુ કરીશુ એમ આશ્વાસન આપ્યું હતું.બેઠકમાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ના નવા ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ, નવસારી ધારાસભ્યશ્રી રાકેશ દેસાઇ સહિત કલેક્ટરશ્રી, ક્ષિપ્રા આગ્રે, નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરશ્રી દૈવ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુપ્ષલતા, પ્રાયોજના વહીવટદાર, શ્રી પ્રણવ વિજયવર્ગીય સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



