ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચાલી રહેલી બ્રીજ નિરીક્ષણ અને ચકાસણી અંગેની મેળવી માહિતી 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવ રૂપવંત સિંઘએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી ચાલી રહેલી બ્રીજ નિરીક્ષણ અને ચકાસણી અંગેની મેળવી માહિતી

જિલ્લા કલેકટર દ્વારા જિલ્લા તપાસ ટીમ દ્વારા જિલ્લામાં માર્ગ અને મકાન ( પંચાયત) અને માર્ગ અને મકાન ( સ્ટેટ) હસ્તકના માયનોર અને મેઝર બ્રીજની કરવામાં આવેલી ચકાસણી અંગે માહિતી આપી. આ સાથેજ જિલ્લાની ટીમ દ્વારા સમારકામ સૂચવવામાં આવેલા બ્રિજ અંગે પણ માહિતી આપી. જિલ્લામાં બંધ કરાયેલા બ્રિજ, ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલા બ્રિજ અને વન વે કરાયેલા બ્રિજ અંગે પણ માહિતી આપવામાં આવી. આ સાથેજ રાજ્યની તકનિકી ટીમ દેશ કરવામાં આવેલી તપાસ અંગે પણ માહિતી આપવામાં આવી.આ સાથેજ જિલ્લામાં આવેલી પાણીની ટાંકી, હોસ્પિટલ, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓ, દવાખાનાઓ, સરકારી કચેરીઓ, સરકારી મકાનો સહિતની પણ ચકાસણી કરવામાં આવી રહી છે તે અંગે પણ પ્રભારી સચિવને માહિતગાર કરવામાં આવ્યા.

આજની બેઠકમાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ, નિવાસી અધિક કલેકટર ડી. વી. મકવાણા, મોડાસા પ્રાંત અધિકારી વિશાલ પટેલ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ પંચાયત, કાર્યપાલક ઈજનેર સિંચાઈ (સ્ટેટ) , કાર્યપાલક ઈજનેર સિંચાઈ ( પંચાયત), ડિઝાસ્ટર મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!