ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં કલેકટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષતામાં મળી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક

અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી

અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી.બેઠકમાં ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા દ્વારા રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ રસ્તા, રોડ પર નડતરરૂપ ઝાડ કટીંગ, શિક્ષણ, આરોગ્ય, આવાસ, આદિજાતિ વિસ્તારોમાં વિકાસકામો, ના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં નબળા સરકારી મકાનો, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અંગે પણ ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા પણ સૂચન કરાયા.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર, ભિલોડા ધારાસભ્ય પી.સી.બરંડા, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસવડા શેફાલી બરવાલ, નિવાસી અધિક કલેક્ટર ડી.વી.મકવાણા સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

Back to top button
error: Content is protected !!