
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
બાયડ CDPO કચેરીના બે કર્મચારીઓને લાંચ સ્વીકારવાના આરોપમાં આર.એમ એસોસીએટ નામની એજન્સીએ પત્ર પાઠવી ફરજ મુક્ત કર્યા..!!
ભ્રષ્ટાચાર: અરવલ્લી સંકલિત બાળ વિકાસ યોજના શાખાના બાયડ CDPO કચેરીના બે કર્મચારીઓને લાંચ સ્વીકારવાના આરોપમાં
આર.એમ એસોસીએટ નામની એજન્સીએ ફરજ મુક્ત કર્યા હોવાનો વાયરલ પત્ર સામે આવ્યો છે.એજન્સી દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,અમને એવું જાણવા મળ્યું છે,અને પુષ્ટિ મળી છે કે તમે લાંચ સ્વીકારવામાં સામેલ હતા,જે અમારી કંપની ની આચારસંહિતા અને નૈતિક નીતિનું ગંભીર ઉલ્લંઘન છે. આવું વર્તન માત્ર ગેરકાયદેસર નથી પણ અમારી સંસ્થાની પ્રામાણિકતા અને પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડે છે. તેથી તમારી નોકરીમાંથી કાઢી મૂકવી એ કંપનીના શ્રેષ્ઠ હિતમાં છે.સાથે તમારા રોજગારનો છેલ્લો દિવસ 17 જુલાઈ 2025 હતો.અરવલ્લી જિલ્લામાં માત્ર નાના કર્મચારીઓ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.જેમના પર લાખ્ખોના ઉઘરાણાના આક્ષેપો થાય છે એવા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપોની ફરિયાદો ઉઠતી હોઈ છે.પરંતુ નાના કર્મચારીઓ સામે કાર્યવાહી ભ્રષ્ટતંત્રની નીતિ રહી છે..?



