હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલ ખાતે બાળ સંસદનું આયોજન કરાયું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૯.૭.૨૦૨૫
આજરોજ તા.18 .7. 2025 ના રોજ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં લોકશાહી ઢબે ચાલતી ચૂંટણી કેવી રીતે કરી શકાય એના અનુભવના રૂપે વિદ્યાર્થીઓને આ બાળ સંસદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 6 થી 8ના અને 9 થી 12 ના એમ બે શાળાના જીએસ ચૂંટવા માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું.જેમાં 6 થી 8 ના ધોરણમાં છોકરાઓમાં ભરવાડ ભવ્ય વિશ્વજીત વિશ્વરાજ ઉમેદવારી નોંધાવી હતી તથા છોકરીઓમાં ગોસ્વામી જાનવી ગોસ્વામી માહી અને નિષ્ઠા એ ઉમેદવારી નોંધાવી હતી. તથા તેવી જ રીતે 9 થી 12 ની અંદર છોકરાઓમાં ઇનામ કાદરી,સોલંકી દેવાંગ અને છોકરીઓમાં ઠાકોર પ્રિન્સી અને જાનવી એ ઉમેદવારી નોંધાવી હતી. તથા પ્રિ સાઇડિંગ ઓફિસર પોલીસ ઓફિસર એજન્ટો તમામની નિયુક્તિ કરવામાં આવેલી હતી.આ બાળ સંસદને પ્રોત્સાહન આપવા માટે શાળાના પ્રમુખ જીગ્નેશ ભાઈ શાહ શાળાના ટ્રસ્ટી દર્શનભાઈ ઠક્કર અને આચાર્ય જીગ્નેશભાઈ પટેલ પ્રથમ વોટીંગ કરીને બાળકોના બાળ સંસદને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તથા તથા તમામ વિદ્યાર્થીઓએ પણ વોટીંગ કર્યું જેમાં 6 થી 8 માં આ ધોરણમાં 350 નું વોટિંગ થયું અને 9 થી 12 ના ધોરણમાં 264 નું વોટિંગ થયું વોટિંગ પૂર્ણ થયા બાળ સંસદનો પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ જેમાં 6 થી 8 માં છોકરાઓની અંદર ભરવાડ ભવ્ય 77 વોટ સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા તથા છોકરીઓની અંદર ગોસ્વામી જાનવી ને 107 વોટ મેળવી વિજેતા જાહેર કરવામાં આવ્યું તેવી જ રીતે 9 થી 12 ની અંદર છોકરાઓની અંદર ઇનામ કાદરી 100 મત સાથે વિજેતા જાહેર કરવામાં આવ્યા અને છોકરીઓની અંદર ઠાકોર પ્રિન્સી115 મત સાથે વિજયતા જાહેર કરવામાં આવી ત્યારબાદ વિજય તિલક કરી અને શપથ લેવડાવવામાં આવ્યા શાળા પ્રત્યે જવાબદારીઓ આપવામાં આવી સમગ્ર પ્રોગ્રામની અંતે શાળાના આચાર્યએ આ બાળ સંસદનું આયોજન કરનાર કોર્ડીનેટર શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.








