કરજણને 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મળશેઃ CM એ જમીન મંજૂર કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરજણ ખાતે સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી છે. 30 પથારીની સુવિધા ધરાવતા સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પરિવર્તિત કરવામાં આવતા હવે ત્યાં તજજ્ઞ તબીબોનો પણ લાભ મળશે. જેમાં 100 બેડ હશે.

નરેશપરમાર.કરજણ,

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરજણ ખાતે 100 પથારીની સુવિધા સાથેની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનાવવા માટે જમીન ફાળવણીને મંજૂરી આપી છે. ડાલનું 30 પથારીનું સામુહિક આરોગ્ય કેન્દ્ર હવે સબ ડિસ્ટ્રિક્ટ ડોસ્પિટલમાં રૂપાંતરિત થશે, જ્યાં નિષ્ણાંત તબીબોનો પણ લાભ મળશે. કરજણ તાલુકા મથક હોવાથી આસપાસના ગામોના લોકો માટે વિશેષ આરોગ્ય સુવિધા ઉભી કરવાની જરૂરિયાત હતી. આરોગ્ય વિભાગ દ્વારા કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ ડોસ્પિટલમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવાયો હતો. જમનાબાઈ ડોસ્પિટલ તંત્ર તરફથી જમીન માંગણી કરવામાં આવી હતી, જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તુરંત સ્વીકારી હતી. આ નિર્ણય અનુસાર, 16552.12 ચોરસ મીટર જમીન જમનાબાઈ હોસ્પિટલ તંત્રને ફાળવવામાં આવશે અને વિગતવાર આદેશો મહેસુલ વિભાગ દ્વારા કરવામાં આવશે. કરજણમાં 100 પથારીની સુવિધા સાથેની સબ ડિસ્ટ્રિક્ટ ડોસ્પિટલ બનતા તબીબી સહાયક વિવિધ સેવાઓ ઉપરાંત નિષ્ણાંત ડોક્ટરોની સેવા પણ ઉપલબ્ધ થશે