સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની મુલાકાત કરતાં વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા
તા.20/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
આજરોજ પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ સુરેન્દ્રનગર ખાતે વટેશ્વર વનની મુલાકાત લીધી હતી મંત્રીએ આયુર્વેદ અને યોગની થીમ પર બનેલા આ સાંસ્કૃતિક વન વિશે વિશેષ જાણકારી મેળવી હતી બાદમાં તેમણે આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોને રસપૂર્વક નિહાળ્યા હતા બાદમાં તેમણે જણાવ્યું હતું કે, “વટેશ્વર વન જેવા સ્થળો આપણી પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતા અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક છે રાજ્ય સરકાર આવા સ્થળોના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે સતત પ્રયાસો કરી રહી છે આ મુલાકાત દરમિયાન મંત્રીએ વન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને વનના સંરક્ષણ, વૃક્ષારોપણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું વધુમાં મંત્રીએ સૌને પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ માટે સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા તથા વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.