ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : સરકારી બી.એડ્. કૉલેજ મેઘરજમાં નવીન આવેલ તાલીમાર્થીઓના પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સરકારી બી.એડ્. કૉલેજ મેઘરજમાં નવીન આવેલ તાલીમાર્થીઓના પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

તારીખ 19/7/25 શનિવારના રોજ સરકારી બી.એડ્. કૉલેજ મેઘરજમાં નવા આવેલ તાલીમાર્થીઓના સ્વાગત માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમા સૌ પ્રથમ સેમ-1 ના તમામ તાલીમાર્થીઓનું સ્વાગત કુમ કમ તિલક કરીને કરવામાં આવ્યું. સેમ – 3 ના બહેનો માનસીબેન,નીમાબેન, ત્રિવેણિબેન દ્વારા સ્વાગત ગીત અભિનય સાથે રજુઆત કરી,ત્યારબાદ સીમરનબેન, આસ્થાબેન અને ઓમભાઈ દ્વારા સ્વાગત ગીત ગાઈને બધા તાલીમાર્થીઓને આવકાર્યા. ત્યારબાદ નવા સવા તાલીમાર્થીઓએ પોતાનો પરિચય આપ્યો.આ કાર્યક્રમનું એન્કરિંગ સેમ-3 ના તાલીમાર્થી વર્ષોબેન દ્વારા કરવામાં આવ્યું.આ કાર્યક્રમના અંતે કૉલેજના આચાર્યશ્રી ડૉ. રામભાઈ દ્વારા આશીર્વચન આપ્યા.આ તમામ કાર્યક્રમનું આયોજન સરકારી બી.એડ્. કૉલેજ ના આચાર્યશ્રી ડૉ.રામભાઈ ચોચાના માર્ગદર્શનથી પ્રવેશોત્સવ કાર્યક્રમનાં કો-ઓર્ડીનેટર શ્રી ડૉ. સાગરભાઈ મેહતા અને ડૉ.દિગ્વિજયભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!