નરેશપરમાર.કરજણ,
જિલ્લા LCB એ કરજણ ને.હા 48 ઉપરથી દારૂ ભરેલ કન્ટેનર ઝડપાયું
વડોદરા જિલ્લા એલસીબીએ કરજણ નેશનલ હાઈવે 48 પરથી ઇન્ડિયન ઓઇલના કન્ટેનરમાંથી લાખોનો દારૂ ઝડપ્યો
વડોદરા જિલ્લા એલસીબીએ કરજણ નેશનલ ડાઈવે નં. 48 પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપ્યું છે. ઈન્ડિયન ઓઈલના લોગો વાળું કન્ટેનર ડકીકતમાં દારૂ ડેરફેર માટે ઉપયોગમાં લેવામાં આવ્યું હતું. કન્ટેનરના અંદરના ભાગમાં અલગ ચોરખાનું બનાવી લાખો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો. એલસીબીએ વેલ્ડીંગ કટર વડે પાછળનો ભાગ કાપી દારૂ બહાર કાઢ્યો. પોલીસે કન્ટેનર ડ્રાઈવર સામે કાર્યવાહી કરી છે અને માલિકની શોધખોળ શરૂ કરી છે. કન્ટેનર સાથે વિદેશી દારૂ કબજે કરાયો છે. વડોદરા એલસીબીએ ગેરકાયદેસર દારૂ હેરફેરનો પર્દાફાશ કરીને મોટી સફળતા હાંસલ કરી છે.