નવસારી: સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ અને શ્રી રામકૃષ્ણ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે નિમલાઇ ખાતે ૫૧૦૦ રોપાઓનું વાવેતર કરાયું.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી ખાતે એક પેડ માં કે નામ -૨.૦ અંતગર્ત જનભાગીદારી થકી જંગલ બહારના વિસ્તારમાં વૃક્ષ વાવેતર કરી હરિયાળી વધારવાના સરકારશ્રીના અભિયાનને વાચા આપવા સામાજીક વનીકરણ વિભાગ નવસારીના નાયબ વનસંરક્ષક શ્રી ઉર્વશી આઈ પ્રજાપતિ અને મદદનીશ વનસંરક્ષક કેયુરભાઈ પટેલ ના માર્ગદર્શન નીચે સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા શ્રી રામકૃષ્ણ નોલેજે ફાઉન્ડેશન સુરત સાથે મળી નિમળાઈ ખાતે આવેલ માલિકીની જમીન ગીતાવાટિકામાં મિયાવાકી પદ્ધતિથી ૫૧૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વૃક્ષવંદના કાર્યક્રમમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકીયા,સુપા રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી હિના પટેલ તથા સુપા રેન્જ વિભાગના કર્મચારીઓ અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તથા રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડના તમામ કર્મચારી તેમના પરિવાર સાથે હાજર રહી એક પેડ મા કે નામ ૨.૦ અંતગર્ત વૃક્ષારોપણની કામગીરી હાથ ધરી હતી




