મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂર જોશમાં

મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જેસિંગપુર ગામના રસ્તાના સમારકામ માટેની અરજીનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો
****
મહીસાગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવતી રસ્તાના પેચવર્કની કામગીરી પૂર જોશમાં
અમીન કોઠારી
મહીસાગર
તાજેતરમાં ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના ઝડપી રિપેરિંગ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર રાજ્યમાં નાગરિકોને રોડ રસ્તાની સુવિધા મળી રહે એ માટે રાજ્ય સરકારે વહીવટી તંત્રને ખાસ પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક દ્વારા પણ વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા પંચાયતન રોડ રસ્તાના રિપેરિંગને પ્રાથમિકતાને રાખીને રસ્તાનું પેચ વર્ક કરવાની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જેસિંગપુર ગામ ખાતે રસ્તામાં ખાડા પડી ગયા હોવાથી ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવી હતી અને આ અરજી મળતા તાત્કાલિક રોડનું સમારકામ કરવામાં આવ્યું.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નાગરિકો પોતાની રજૂઆત તંત્ર સુધી પહોંચાડી શકે તે માટે આંગળીના ટેરવે રજૂઆત કરવા માટે “ગુજ માર્ગ” નામની મોબાઈલ એપ્લિકેશન પણ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ત્યારે આ એપ્લિકેશન દ્વારા કેટલાક નાગરિકોની વરસાદને કારણે ક્ષતિગ્રત થયેલા રસ્તાના સમારકામ માટેની અરજીનો મહીસાગર જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તાનું સમયસર પેચવર્ક કરી સકારાત્મક નિકાલ કરવામાં આવી રહ્યો છે.
રસ્તાનું સમારકામ થયા બાદ લુણાવાડા તાલુકાના જેસીંગપૂર ખાતે રહેતા ભરતભાઈ જણાવે છે જેસિંગપૂર ગ્રામ ખાતે વરસાદના લીધે પડેલ રસ્તા પરના ખાડાના સમારકામ માટે અરજી કર્યાના બીજા જ દિવસે તંત્ર દ્વારા રસ્તા પરના ખાડાનું પેચવર્ક કરવામાં આવ્યુ છે. તંત્ર અને સરકારશ્રીની કામગીરી ખુબજ બિરદાવવા લાયક છે. માટે હું સરકારશ્રીનો આભાર માનું છું.
જ્યારે લુણાવાડા ખાતે રહેતા દિવરાજ ગઢવી સાથે વાત કરતાં તેમને જણાવ્યું કે જેસિંગપૂર રોજ અવર જવરનો રસ્તો છે વરસાદને કારણે થોડા ખાડા પડી ગયા હતા પરંતુ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા એકજ દિવસમાં રસ્તાનું સમારકામ કરવામાં આવ્યુ તે બદલ સરકારશ્રીનો આભાર માનું છું.







