વીજ થાંભલેથી ડાયરેક્ટ પાવર ચોરી કરનારને કેદ અને આકરો દંડ

ખંભાળિયામાં વીજચોરી કરનારને ૩ વર્ષની કેદ, રૂા. ૨.૮૯ લાખ દંડ
જામનગર (ભરત ભોગાયતા)
જામનગર પાસેના દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામ ખંભાળિયાના એક આસામીના રહેણાંક મકાનમાં ૪૮ હજાર જેટલી રકમની વીજ ચોરી પ્રકાશમાં આવી હતી. આ અંગેનો કેસ અહીંની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા વીજ ચોરીની રકમનો છ ગણો દંડ રૂ. ૨.૮૯ લાખ ભરવા માટે હુકમ કર્યો છે.
અદાલતે કડક વલણ દાખવી વીજચોરીની રકમનો છ ગણો દંડ ફટકારતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે
સંજયનગર વિસ્તારમાં આવેલી આરાધના કોલોનીમાં ગત તારીખ ૧૭ઓક્ટોબર ૨૦૨૩ના રોજ પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા વીજ ચેકિંગ કામગીરી દરમિયાન હેમત ભાયા ગોજીયા વીજ મીટર ધરાવતો નહતો અને ગેરકાયદેસર રીતે પોતાના મકાનની બાજુમાં આવેલા વીજ પોલ પરથી ખાનગી સર્વિસ વાયર વડે પોતાના મકાનમાં વીજ વપરાશ કરી રહ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. આથી પીજીવીસીએલ તંત્ર દ્વારા રૂપિયા ૪૮, ૨૪૬ની વીજ ચોરી કરતા પકડાઈ જવા સબબ વીજ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદ સંદર્ભે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ અંગેનોકેસ ખંભાળિયામાં પ્રિન્સિપાલ સેશન્સ અને સ્પેશિયલ (ઇલેક્ટ્રીક) કોર્ટમાં ચાલી જતા મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી, ન્યાયાધીશ એસ.વી. વ્યાસે આરોપીને તકસીરવાન ઠેરવીને ત્રણ વર્ષની સખત કેદની સજા તથા વીજ ચોરીની રકમનો છ ગણો દંડ ભરવા માટેનો પણ હુકમ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે જામનગર સ્થિત જી ઇ બી પો.સ્ટે. એટલેકે જીયુવીએનએલ પોલીસ સ્ટેશન સાતરસ્તા ખાતે નોંધાયેલા આ ગુનામાં જમાદાર રણજીતસિંઘ લુબાનાએ તેઓના અધીકારીઓના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી સ્થળ તપાસ, પુરાવા એકઠા કરી, પંચનામુ કરી ,સાક્ષીઓ હાજર કરી, સમયમર્યાદામાં ચાર્જશીટ પણકર્યુ હતુ ,આરોપીની આટક,આરોપીને કોર્ટમાં હાજર રાખવા , સહિતની સંપુર્ણ પણે જહેમત ઉઠાવી હતી
આ રીતે પોલીસની ઝડપી કાર્યવાહી સરકારી વકીલની સજ્જતા કોર્ટનુ કાયદાકીય વલણ દાખલારૂપ છે અને ઝડપથી ચુકાદો આવ્યો છે આવી રીતે દરેક લેવલે ઝડપી કામગીરી થાય અને વિજચોરીના આરોપીઓને સજા મળે તો પણ વિજચોરી કરનારમાં ડર પેસી જાય તો અલ્ટીમેટલી વિજવિભાગને નિયમિત આવક થઇ શકે તેમ એક અનુમાન છે
______________
regards
bharat g.bhogayata
Journalist (gov.accredate)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)





