GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રાજકોટ હાઈવે રોડપર ઘોડો બાઈક સાથે અથડાતા દંપતીને ઇજા : માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

 

MORBI:મોરબી રાજકોટ હાઈવે રોડપર ઘોડો બાઈક સાથે અથડાતા દંપતીને ઇજા : માલિક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

 

 

મોરબી નજીક હાઈવે પર માલિકીનો ઘોડો છૂટો હોય જે બાઈક સાથે અથડાતા બાઈક સવાર દંપતી પડી જતા ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ઘોડાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

મોરબીના શનાળા રોડ આવેલ હાઉસિંગ બોર્ડના રહેવાસી રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ (ઉ.વ.૪૭) આરોપી યશદીપ અરવિંદભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની માલિકીનો ઘોડો કોઈપણ જાતના દોરડા બાંધ્યા વગર મોરબી રાજકોટ હાઈવે પર અજંતા કારખાના પરકીન સામે છૂટો મુક્યો હતો અને ઘોડો દોડતા દોડતા ફરિયાદીના બાઈક જીજે ૦3 બીજે ૯૫૯૬ સાથે પાછળથી અથડાયો હતો જેથી બાઈક સવાર ફરિયાદી રાજેશભાઈ અને તેના પત્ની પીંકુબેન બંને પડી જતા ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ઘોડાના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!