DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા – ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી થશે.

ડેડીયાપાડા – ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર 5 ઓગસ્ટે સુનાવણી થશે.

તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/07/2025 – ડેડીયાપાડા – ડેડીયાપાડા પ્રાંત અધિકારીની ચેમ્બરમાં લાફા કાંડ મામલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડીયાપાડા પોલીસ મથકમાં ડેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ અપશબ્દો બોલવા, માર મારવો, તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા જેવા ગુના અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી હતી. ચૈતર વસાવાએ મેજિસ્ટ્રેટ કોર્ટ અને સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

 

આજે હાઇકોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી શરૂ થતાની સાથે જ સરકારી વકીલે રજૂઆત કરવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે 1 ઓગસ્ટનો સમય આપ્યો હતો. જો કે અરજદારના વકીલ તે પહેલા સુનાવણી ઇચ્છતા હતા, કારણ કે તે સમયગાળા દરમિયાન તેઓ વ્યસ્ત હતા. કોર્ટે વહેલા મુદત આપવા ઇનકાર કરતા, અરજદારના વકીલની વિનંતીથી અરજી પર હવે 5 ઓગસ્ટે સુનાવણી યોજાશે. અરજદારના વકીલે શંકા પણ વ્યક્ત કરી હતી કે જો પોલીસ આગામી સુનાવણી પહેલા ચાર્જશીટ ફાઇલ કરી દેશે તો ફરી તેમને નર્મદાની કોર્ટમાં અરજી કરવી પડશે. ચૈતર વસાવાએ ક્રોસ ફરિયાદ આપવા પ્રયાસ કર્યો પણ લેવાઈ નહીં નર્મદાની કોર્ટમાં ચૈતર વસાવા વતી રજૂઆત કરવામાં આવી હતી કે પોતે શાસક પક્ષ ભાજપની વિરોધી પાર્ટીના ધારાસભ્ય હોવાથી તેમની કારકિર્દી ખતમ કરવા માટે કાવતરા કરવામાં આવે છે. તેમને પણ ફરિયાદી સામે ક્રોસ ફરિયાદ આપવા કોશિશ કરી હતી, પરંતુ તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી. હત્યાના પ્રયાસ જેવો કોઈ ગુનો તેમને કર્યો નથી. અયોગ્ય વ્યક્તિઓને એટીવીટી કમિટીમાં નિમણૂક આપવા સામે તેમણે વાંધો ઉઠાવ્યો હતો. તેમની સામે જે 18 ગુના નોંધાયેલા હોવાની વાત કરવામાં આવે છે, તે મોટાભાગના રાજકીય અદાવતથી પ્રેરિત છે, તેમજ કેસ પૂરા થઈ ચૂક્યા છે. ફરિયાદી ભાજપના સભ્ય છે.

Back to top button
error: Content is protected !!