HIMATNAGARSABARKANTHA

*ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ સાબરકાંઠા જિલ્લાનાં આદિજાતિ વિસ્તારોમાં કેમ્પો યોજાયા*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ સાબરકાંઠા જિલ્લાનાં આદિજાતિ વિસ્તારોમાં કેમ્પો યોજાયા*
**
*જિલ્લામાં ૭૮૨૨ લાભાર્થીએ સરકારની વિવિધ યોજનાનો ઘર આંગણે લાભ મેળવ્યો*
**

ભારત સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આંબા જન જાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત સરકારી યોજનાઓનો લાભ આદિજાતિ બાંધવોનો ઘર આંગણે મળી રહે તે માટે વિવિધ કેમ્પો યોજાયા હતા.

સાબરકાંઠા જિલ્લામાં 3 જુલાઇથી શરૂ થયેલા આ કેમ્પમાં ૧૫ જુલાઈ સુધી ૭૮૨૨ લાભાર્થીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો સ્થળ પર જ લાભ મેળવ્યો છે. જેમાં ખેડબ્રહ્માનાં ૧૬૧૭, પોશીનાનાં ૩૬૧૫, વિજયનગરનાં ૧૫૬૬, ઇડરનાં ૫૧૨ અને વડાલીનાં ૫૧૨ લાભાર્થીઓએ સ્થળ પર જ લાભ લીધો હતો.

આ કેમ્પમા જાતિના દાખલા- ૪૦૪, આયુષ્યમાન કાર્ડ- ૨૦૦૩, આધારકાર્ડ- ૧૦૫૪, રેશનકાર્ડ- ૩૫૯, આવક દાખલા- ૩૩૯, કેસીસી- ૩૨, પી.એમ-કિસાન- ૨૨, જનધન બેંક અકાઉન્ટ- ૬૧, ખેડુત રજીસ્ટ્રેશન- ૨૨૪, જન્મ નોંધણી- ૧૧૭, મનરેગા જોબ કાર્ડ- ૧૪૩, સિકલસેલ/ટીબી- ૨૧૬૧, આઇસીડીએસ- ૧૯૬૮ એમ કુલ ૭૮૨૨ લાભાર્થીઓએ લાભ લિધો.

આવનાર કેમ્પના દિવસોમાં વધુમાં વધુ આદિજાતિ સમુદાયના નાગરિકો લાભ લેવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.

Back to top button
error: Content is protected !!