DAHODGARBADAGUJARAT

ગરબાડા તાલુકાના મીનાકયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદીર, ગરબાડા ૧ ખાતે આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરાઈ

તા.૨૨.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Garbada:ગરબાડા તાલુકાના મીનાકયાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદીર, ગરબાડા ૧ ખાતે આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત એડોલેસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડે ઉજવણી કરાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાકયાર પી.એચ.સી. ના આયુષ્યમાન આરોગ્ય મંદીર, ગરબાડા-૧ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ આર.કે.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત પિયર એજ્યુકેટર કીટ વિતરણનો કાર્યક્રમ મેડિકલ ઓફિસર ડો સોનલ ગોહીલના મીનાક્યાર PHC ના આયુષ્યમાન આરોગ્ય મંદીર, ગરબાડા ૧ ખાતે કરવામાં આવ્યો હતો.- પોષણયુક્ત આહાર – એનિમિયા તેમજ આયનફોલિક ની ગોળીઓ – માસિક દરમિયાન થતી તકલીફો તેમજ માસિક સ્વચ્છતા – સિકલસેલ /એચ.આઈ.વી/ટીબી.- રોડ સેફટી – લગ્ન કરવાની ઉંમર – કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો – તમાકુ થી થતા નુકશાન – વાહકજન્ય રોગો, ચેપી અને બિન ચેપી રોગ જેવા મહત્વના વિષયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તમામ પીયર એજયુકેટરને આઈ કાર્ડ, ફાઈલ, ટીશર્ટ, ટોપી, બોટલ, પેન, સ્કૂલ બેગ, કંપાસ બોક્ષ તેમજ કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર કોમ્યુનીટી હેલ્થ ઓફીર , એડોલેસન્ટ કાઉન્સેલર તેમજ આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!