Rajkot: વાંકાનેર, ચોટીલા તાલુકાને સ્પર્શતી મચ્છુ–૧, ત્રિવેણી ઠાંગા સિંચાઈ યોજના અંર્તગત રૂા.૨૫૪ કરોડના કામોને મંજુરી.

તા.૨૨/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
યોજના થકી વાંકાનેર, ચોટીલા તાલુકાના ૨૦ ગામોની ૧૩૪૫૦ એકર જમીન અને ૧૭૦૦ ખેડતોને સિંચાઈના પાણીની સુવિધા સુદ્રઢ થશે….મંત્રી કુંવરજીભાઈ બાવળીયા
યોજના માટે ત્રણ પંપીંગ સ્ટેશનો પૈકી પ્રથમ પંપીંગ સ્ટેશન વાકાનેર તાલુકાના ઘીયાવાડ, બીજુ વાંકાનેરના ભલગામ અને ત્રીજૂ પંપીંગ સ્ટેશન ચોટીલાના કાળાસર ખાતે તૈયાર થશે.
Rajkot: મચ્છુ-૧, ત્રીવેણી ઠાંગા સિંચાઈ યોજના અંતગત વાંકાનેર અને ચોટીલા તાલુકાના વિવિધ ગામોને સૌની યોજના લીંક-૩ માંથી નર્મદા આધારીત પાણીનો લાભ આગામી દિવસોમાં મળતો થશે. ઠાંગા વિસ્તારનો સૌ પ્રથમ વખતનો ડેમોને જોડી સિંચાઈ માટે પાણી ભરવાનો પ્રથમ વખતનો માસ્ટર પ્લાન હશે જે ડેમોને નવીનીકરણ સાથે જોડવાની મહત્વની યોજના બની રહેશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દરેક ગામને પાણી પહોંચાડવાના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સિંચાઈ મંત્રીશ્રીએ કુંવરજીભાઈ બાવળીયાએ આ માસ્ટર પ્લાન તૈયાર કરાવી, અમલમાં મૂકી આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી ૨૦ ગામોને લાભકર્તા કુલ ૧૧ જળસ્ત્રોતોને સાંકળવા માટેના કામને વહીવટી મંજૂરી આપેલ છે.
આ યોજના અંતગત પાઈપલાઈન નેટવર્કમાં મેઈન તથા ફિડર પાઈપલાઈન થકી કુલ ૨૦ જળસ્ત્રોતોને સાંકળવા માટે કામને સિંચાઈ વિભાગ તરફથી રૂા.૨૫૪.૦૦ કરોડના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી છે.
આ યોજનાના કુલ ૨૦ જળસ્ત્રોત પૈકી ૧૧ જેટલી નાની સિંચાઈ યોજના થકી વાંકાનેરના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળી ચોટીલા તાલુકાના મોલડી, ઝીંઝુડા, ચાણપા, ભીમગઢ, કુંઢડા, પાંચવડા, ત્રિવેણી ઠાંગા, ગુંદા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજનામાં મચ્છુ-૧ થી ત્રિવેણીઠાંગા જળાશયને જોડવા માટે વાંકાનેર તાલુકાના ત્રણ ગામો અને ચોટીલા તાલુકાના ૧૭તળાવો/સિમતળાવ/ચેકડેમને ભરવા માટે નર્મદાના દશ લાખ ઘન ફુટ પાણીના જથ્થાને મંજુર કરવામાં આવ્યો છે.
યોજના માટે તૈયાર થનાર ત્રણ પંપ્પીંગ સ્ટેશનોમાં મોરબીના વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામે આવેલ હયાત લીંક ૩ પેકેજ ૪ અને પેકેજ-૬ ના પંપ્પીંગ સ્ટેશનની હયાત જમીનમાં બનવવામાં આવશે જેનો એક પંપનો ડીસ્ચાર્જ અંદાજે ૪૨૪૮૩ હજાર લીટર/મિનિટ તથા પંમ્પીંગ હેડ ૧૨૩ મીટર છે, બીજા પમ્પીંગ સ્ટેશન વાંકાનેરના ભલગામ ગામના સરકારી ખરાબામાં બનાવવામાં આવશે જેનો એક પંમ્પનો ડિસ્ચાર્જ ૪૧૬૩૩ લીટર/મિનિટ તથા પમ્પીંગ હેડ ૮૧ મીટર અને ત્રીજુ પમ્પીંગ સ્ટેશન ચોટીલા તાલુકાના કાળાસર ખાતે તૈયાર થશે જેનો એક પંપનો ડિસ્ચાર્જ ૧૮૨૬૬ લીટર/મિનિટ તથા પંપ્પીંગ હેડ ૪૮ મીટરનો છે અને આ યોજનામાં અલગ અલગ કેપેસીટીના કુલ ૧૩ પંપ મુકવામાં આવશે.
આ યોજના હેઠળ વાંકાનેર તાલુકાના જાલીડા, મેસરીયા, ઠીકરીયાળા અને ચોટીલા તાલુકાના ચાણપા, ભીમીગઢ, મોલડી, જીંજુડા, કાળાસર ખેરડી, લાખચોકીયા, કુંઢડા, રેશમીયા, પાંચવડા, ત્રંબોડા, રાજપરા, ચીરોડા, કાબરણ, ત્રિવેણીઠાંગા, ગુંદા, ફુલઝર, સાલખડા નાની સિંચાઈ યોજનાનો લાભછેવાડાના પછાત ગામોના ખાતેદાર ખેડુતોને આગામી સમયમાં મળશે.
આ યોજનામાં કુલ ૭૮૮૫૦ મીટરની લંબાઈમાં પાઈપલાઈન નાખવામાં આવશે જેનાથી ૧૩૪૪૫ એકર જમીન અને ૧૭૦૦ જેટલા ખેડુતોને સિંચાઈ યોજનાના પાણીની સુવિધા સુદ્રઢ થશે આ યોજના પરિપુર્ણ કરવામાં રૂા.૨૫૪.૦૦ કરોડનો ખર્ચ નિર્માણ પામશે.



