GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: જન્માષ્ટમી લોકમેળા-૨૦૨૫ અન્વયે સ્ટોલ/પ્લોટ માટેના ડ્રો તથા હરરાજીનો કાર્યક્રમ જાહેર

તા.૨૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

તા. ૨૬ થી ૨૮ જુલાઈ દરમિયાન યોજાશે ડ્રો અને હરરાજી

Rajkot: લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. ૧૪/૦૮/૨૦૨૫ થી ૧૮/૦૮/૨૦૨૫ સુધી પાંચ દિવસ દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળામાં રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ/પ્લોટ માટે સમિતિ દ્વારા હરરાજી અને ડ્રો માટે તારીખો જાહેર કરવામાં આવી છે. જે અનુસાર કેટેગરી-એ (ખાણીપીણી મોટી), કેટેગરી બી-૧ કોર્નર ખાણીપીણી, કેટેગરી-એકસ આઇસ્ક્રીમ તથા કેટેગરી- ઝેડ (ટી- કોર્નર)ની હરરાજી તા.૨૬/૦૭/૨૦૨૫ શનિવાર સવારે ૧૨:૩૦ કલાકે તથા યાંત્રિક કેટેગરી-ઈ, એફ, જી અને એચના પ્લોટની હરરાજી તા.૨૭/૦૭/૨૦૨૫ રવિવારના સવારે ૧૧:૩૦ કલાકે રાખવામાં આવી છે.

આ ઉપરાંત તા.૨૮/૦૭/૨૦૨૫ સોમવારના રોજ સવારે ૧૧:૩૦ કલાકે કેટેગરી-બી રમકડાના સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણી નાની, કેટેગરી-જે મધ્યમ ચકરડીના પ્લોટ, કેટેગરી-કેની નાની ચકરડીના પ્લોટનો ડ્રો યોજાશે. આ તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી મિટિંગ હોલ, પ્રાંત કચેરી, રાજકોટ (શહેર-૧)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ ખાતે યોજાશે.

Back to top button
error: Content is protected !!