BHARUCHNETRANG

SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના ૩૭ આંગણવાડી કાર્યકરો બહેનો માટે ત્રણ દિવસીય ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણ આયોજન આઈ.સીડી. એસ શાખાના સહયોગ થી કરવામા આવ્યુ.

બ્રિજેશકુમાર પટેલ,ભરૂચ

નેત્રંગ: SRF ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આંગણવાડી વિકાસ કાર્યક્રમ અંતર્ગત નેત્રંગ તાલુકાની કુલ ૩૭ આંગણવાડીઓની બહેનો સાથે ત્રણ દિવસીય ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત અને આઈ સી ડી એસ શાખાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

જેમાં કુલ ૩૭ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ત્રણ દિવસીય તાલીમ જિલ્લા અને તાલુકા આઈ.સીડી. એસ શાખાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.

ક્ષમતા નિર્માણ પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય: આ વર્કશોપનો ઉદ્દેશ્ય ECCE ના મહત્વ અને આંગણવાડીમાં તેના યોગ્ય અમલીકરણ અંગે આંગણવાડી કાર્યકરો અને મદદગારોના જ્ઞાનને વિકસાવવા અને વધારવાનો છે અને સાથે સાથે અપેક્ષિત પરિણામો: ECCE ના મહત્વ તેમજ બાળકોના સર્વાંગી વિકાસ અંગે આંગણવાડી કાર્યકરો અને મદદગારોની સમજ વિકસાવી શકાય છે. તાલીમમા બાળ વિકાસના ક્ષેત્રો પર ચર્ચા કરવામા આવી અને વધુ સમજ ઉભી થાઇ એ માટે ગ્રુપ પ્રવ્રુતિઓ દ્વારા સમજ અને પ્રેઝન્ટેશન માધ્યમથી કર્યકરો બહેનો પોતના વિચરો વ્યક્ત કરવામા આવ્ય જેમ્કે શારીરિક વિકાસ, જ્ઞાનાત્મક વિકાસ, ભાષા અને સંદેશાવ્યવહાર વિકાસ, સામાજિક વિકાસ,ભાવનાત્મક વિકાસ અને રમત-આધારિત શિક્ષણનું મહત્વ જેવા મુદ્દાઓ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમા કઇ રિતે મદદ્રુપ થાઇ છે તેની સમજ આપવામા આવી હ્તી.

દિવસ-૨ આંગણવાડી કાર્યકરો અને સહાયકોની ક્ષમતા નિર્માણ કાર્યશાળામા પૂરક પોષણ, પોષણ અને આરોગ્ય શિક્ષણ, વૃદ્ધિ દેખરેખ અને રસીકરણ જેવા વિષય પર હતી જેનો કાર્યશાળાનો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યશાળાઓની સેવાઓ અંગે આંગણવાડી કાર્યશાળાઓ અને સહાયકોના જ્ઞાનને વિકસાવવા અને વધારવાનો છે જેથી આંગણવાડીની કામગીરી સુચારુ રીતે ચાલી શકે અને અપેક્ષિત પરિણામો મેળવી શકિએ.

દિવસ-૩ પોશન ટ્રેકર અને રજિસ્ટર – આ વર્કશોપનો ઉદ્દેશ્ય આંગણવાડીના દેખરેખ અને ટ્રેકિંગ સિસ્ટમને ટેકો આપવા અને મજબૂત બનાવવા માટે આંગણવાડી કાર્યકરોની ક્ષમતા વિકસાવવા અને વધારવાનો છે જેથી અપેક્ષિત પરિણામો મળે અને સારી સમજની વિકસ થાય. તેમજ આંગણવાડી વ્યવસ્થાપન, આંગણવાડી માર્ગદર્શિકા, વર્તુળ પ્રવૃત્તિ, ભાષા કૌશલ્ય વિકાસ અને પાયાના વર્ષોમાં વાર્તા કહેવાની સમજ ઉભી કરી શકે.

તાલીમની શરૂઆત તારિખ ૧૭-જુલાઇ-૨૫ થી ૧૯ – જુલાઇ -૨૫, ના રોજ નેત્રંગ SRF ફાઉન્ડેશન ખાતે રાખવામા આવી હ્તી. આંગણવાડીની કામગીરી અને મહત્વ અંગે ચર્ચા કર્યા બાદ તેમની પાસેથી વિચારોની આપ-લે કરવામાં આવી હતી, ત્યારબાદ આંગણવાડીમાં આપવામાં આવતા સાધનોનો ઉપયોગ, બાળકોની સ્વચ્છતા,બાળકોનું આરોગ્ય ,જોડકણા નું સંચાલન,બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવું ,આયોજન કેવી રીતે કરવું ,બાળકો સાથે કેવી રીતે ક્રિયા અને પ્રતિક્રિયા આપવી ,આંગણવાડી ના સમયપત્રક વિશે વાત કરી,મોડુયલ નો ઉપયોગ સારી રીતે થઈ સકે એની ચર્ચા ,બાળકો સાથે કાર્યકર્તાઓનું વર્તન, શિક્ષણનું મહત્વ, વાલીઓ સાથે વાર્તાલાપ અંગે વર્ગમાં ચર્ચા કરવામાં આવી હતી. વર્ગમાં રમી શકાય તેવી કોઈપણ વર્તુળ સમયની રમતનું મહત્વ, નિયમો, વ્યવસ્થાપન વગેરેની વહેંચણી કરવામાં આવી હતી અને દરેક આંગણવાડી કાર્યકર સાથે જૂથમાં જુદી જુદી રમતો અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. મોડ્યુલ આંગણવાડી કાર્યકરને આપવામાં આવ્યું હતું અને વ્યવહારુ અનુભવ માટે તેમની સાથે વર્તુળ સમયની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

Back to top button
error: Content is protected !!