શહેરા પાસેથી ₹3.5 લાખના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર લાકડા ભરેલો ટ્રક ઝડપાયો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા વન વિભાગે ગેરકાયદેસર રીતે લીલા લાકડાનું વહન કરતા એક ટ્રકને ઝડપી પાડી ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વન વિભાગના પરિક્ષેત્ર વન અધિકારી આર વી. પટેલને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, આર .વી. પટેલને બાતમી મળી હતી કે બિલીથાથી બોરડી રોડ પરથી ગેરકાયદેસર લાકડા ભરેલો એક ટ્રક પસાર થવાનો છે. આ બાતમીના આધારે, વન વિભાગની ટીમે તાત્કાલિક બિલીથા-બોરડી રોડ પર નાકાબંધી ગોઠવી હતી.નાકાબંધી દરમિયાન, GJ 09 Y 7888 નંબરના એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા, ટ્રકમાંથી મોટા પ્રમાણમાં લીલા અને તાજા પંચરાઉ લાકડા મળી આવ્યા હતા, જે ગેરકાયદેસર રીતે વહન કરવામાં આવી રહ્યા હતા. વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ટ્રક સહિત અંદાજે ₹3.5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જપ્ત કરાયેલા મુદ્દામાલને શહેરા રેન્જ કમ્પાઉન્ડમાં ખસેડવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરીમાં વન વિભાગના સ્ટાફ કે.ડી. ગઢવી, નટુભાઈ સોલંકી અને શામળાભાઈ ચારણ પણ જોડાયા હતા.આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે વન વિભાગ ગેરકાયદેસર વન્ય સંપત્તિના વહન સામે કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ છે.