BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
વાલિયામાં ચાની લારીના બે ગલ્લા તૂટ્યા:રાત્રે તસ્કરોએ તાળા તોડી 12 હજાર રોકડા અને સામાન ચોર્યો, એક વર્ષમાં બીજી વાર ચોરી

સમીર પટેલ, ભરૂચ
વાલિયા તાલુકાના વટારીયા ગામમાં સ્થિત સુગર ફેક્ટરી સામે આવેલા બે ચાના ગલ્લામાં તસ્કરોએ ચોરી કરી છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ ગલ્લાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરીનો ભોગ બનનાર જગદીશ વસાવા પરિવારનું ગુજરાન ચલાવવા અહીં લારી ચલાવે છે. તેમના ગલ્લામાંથી તસ્કરો રૂપિયા 12,000ની રોકડ રકમ અને ચાની લારીનો સામાન ચોરી ગયા છે. તસ્કરોએ તેમના ભાઈના બીજા ગલ્લામાંથી પણ ચોરી કરી છે.
વાલિયા પોલીસે આ મામલે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. એક વર્ષ પહેલા પણ આ જ દુકાનદારની ટ્રકમાંથી અને ચાની લારીમાંથી ગેસ સિલિન્ડર સહિતના સામાનની ચોરી થઈ હતી. સતત થતી ચોરીની ઘટનાઓથી સ્થાનિક વેપારીઓમાં ભયનો માહોલ છે. વેપારીઓએ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગણી કરી છે.



