GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈએ મેઘોત્સવ કાર્યક્રમ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે. સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.




