BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વાગરાના તળાવમાં યુવકનું ડૂબ્યો:આંકોટ ગામનો ઈસમ હોવાની શક્યતા, પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ જારી

સમીર પટેલ, ભરૂચ

વાગરા તાલુકામાં આજે એક દુઃખદ ઘટના સામે આવી છે. વાગરાના તળાવમાં એક યુવક ડૂબી ગયો છે. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાથમિક તપાસ અને સ્થાનિકોની માહિતી મુજબ, તળાવમાં ડૂબેલો યુવક વાગરા તાલુકાના આંકોટ ગામનો મહેશ ઉર્ફે મીઠી હોવાનું અનુમાન છે. જો કે, હજુ સુધી તેની સત્તાવાર ઓળખ થઈ શકી નથી. મૃતદેહ મળ્યા બાદ જ યુવકની સાચી ઓળખ અને અન્ય વિગતો સામે આવશે.
પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તળાવમાં શોધખોળ કરી રહી છે. પરિવારજનો અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે એકત્રિત થયા છે. તેઓ ચિંતાતુર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. યુવકનો મૃતદેહ જલદીથી મળી આવે તે માટે પ્રયાસો ચાલુ છે. જેથી આગળની કાર્યવાહી શરૂ કરી શકાય.

Back to top button
error: Content is protected !!