
કેશોદના શરદ ચોકમાં આવેલ શ્રી લોહાણા સુંદર વાડી ખાતે આજરોજ શ્રી લોહાણા મહાજન અને શ્રી અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો મુખ્ય મહેમાન એસપી શ્રી બિપિન ચંદ્ર ઠક્કર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત હેપી ધનેશા દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ એસ.પી. ઠક્કર સાહેબનું પુષ્પગુચ્છ થી સ્વાગત દિનેશ કાનાબાર તથા ભીખુભાઈ ગોટેચા દ્વારા કરવામાં આવેલ લોહાણા મહાજન ના પ્રમુખ જીતુભાઈ લુક્કા ,મંત્રી કે. ટી. દેવાણી, સ્પોન્સર જુનાગઢ કો કો બેંક તથા ક્રિષ્ના સ્કૂલના વિરલ રામાણી વગેરે મહેમાનોને પુષ્પ ગુચ્છ થી સન્માનિત કરવામાં આવ્યા હતા શ્રી ઠક્કર સાહેબે આ પ્રસંગે જણાવેલ કે વિદ્યાર્થીનાં જીવનમાં વિકાસની શરૂઆત પ્રાઇમરી લેવલ થી થતી હોય છે હંમેશા આ જ પ્રમાણે આવતા વર્ષોમાં રેન્ક લાવી સમાજનું નામ ઉજવળ કરો અને ખૂબ આગળ વધો આ ઉપરાંત ડી.ડી. દેવાણી સાહેબે વિદ્યાર્થીઓના પ્રાઇમરિ ક્ષેત્ર દર્શાવેલ પરફોર્મન્સ બદલ શુભેચ્છા પાઠવેલ હતી અને ભવિષ્યમાં ખૂબ આગળ વધો એવી લાગણી વ્યક્ત કરી હતી સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન ફાર્માસિસ્ટ દીપેન અટારા દ્વારા કરવામાં આવેલ હતું કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના પ્રમુખ સોનલ સોઢા, વૈશાલી સાંગાણી, ચેતનાબેન રામાણી ભીખુભાઈ ગોટેચા, કાળુભાઈ રામાણી, પાર્થ કાનાબાર દ્વારા ભારે જહમત ઉઠાવવામાં આવેલ
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




