The HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે પ્રિ.ડો.પી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડકશન પ્રોગ્રામ યોજાયો.

અહેવાલ:- પ્રતિક ભોઈ
The HNSB સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે પ્રિ.ડો.પી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ઇન્ડકશન પ્રોગ્રામ યોજાયો.
હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત સાયન્સ કોલેજ, હિંમતનગર ખાતે IQAC સમિતિના ઉપક્રમે શૈક્ષણિક વર્ષ 2025 માં B.Sc.Sem.1 અને M.Sc.1 ના પ્રવેશ મેળવેલ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે ઈન્ડક્શન પ્રોગ્રામ યોજાયો.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રિન્સિપાલ ડો.પી.એસ. પટેલ દ્વારા ઉપસ્થિત સર્વે વાલી મિત્રો તથા વિદ્યાર્થી ભાઈ બહેનોનું શાબ્દિક સ્વાગત કરી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દીનું ઘડતર અને સફળતાના શિખરો સુધી કઈ રીતે પહોંચવું એ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
IQAC કો-ઓર્ડીનેટર ડો.ઝેડ.એમ.ગઢાવાલા એ ઇન્ડક્શન પ્રોગ્રામનો ઉદ્દેશ સમજાવ્યો હતો.
ડો.એન.આઈ.પટેલ દ્વારા NEP 2020 અંતર્ગત B.Sc. અને M.Sc. ના અભ્યાસલક્ષી વિષયવાર માહિતી તેમજ ક્રેડિટ સ્ટ્રક્ચર અંગેની સમજૂતી આપી હતી.
ઉપસ્થિત સ્ટાફ મિત્રોએ પોતાનો હોદ્દાગત વ્યક્તિગત પરિચય આપી સર્વેને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે નવીન પ્રવેશ મેળવેલ 200 વિધાર્થીઓની સાથે ઉપસ્થિત રહેલા 60 જેટલા વાલી મિત્રોએ કાર્યક્રમને બિરદાવી પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા તેમજ કોલેજ વિઝિટ કરી હતી.
કાર્યક્રમ સંચાલન પ્રા.ડો.એમ.એમ. પ્રજાપતિ એ અને આભારવિધિ ડો.એમ.આર.ચાવડાએ કરી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા ડો. ઝેડ.એમ. ગઢાવાલા,
ડો.એમ.એમ.પ્રજાપતિ,ડો.એન.આઈ.પટેલ,ડો.એમ.આર.ચાવડા,
શ્રી તારકભાઈ ,શ્રી કેયુરભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી.






